ભાઇને 80 હજાર આપવા નિકળેલા ભાભરના વેપારીનું અપહરણ કરી નગ્ન વિડીયો ઉતારી બ્લેકમેલ કર્યા

Palanpur News - bhaiya bharbhar trafficker kidnapped for 80 thousand 081736

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:17 AM IST
ભાભરના હીરો કંપનીના શો-રૂમ વેપારી ભાઇને રૂ.80 આપવા બે મિત્રો સાથે નિકળ્યો હતો. રસ્તામા ડીસા ખાતે રહેતા ગ્રાહકને મળવા ગયા તે સમયે સ્કોર્પીયો કાર લઇ આવેલા શખ્સો વેપારી સહીત સાથે નિકળેલા મિત્રોનુ અપહરણ કરી બનાસનદીના પટમા લઇ જઇ વેપારી પાસેથી રૂ.80 હજાર લઇ વિડીયો ઉતારતા વેપારીએ 25 દિવસ બાદ 7 સામે ફરીયાદ કરતા પોલીસે 3 શખ્સોને ઝડપ્યા હતા.

ભાભરના તનવાડ ગામે રહેતા અને ભાભરમાં હીરો કંપનીનો શો-રૂમ ધરાવતા વસંતકુમાર મુળજીભાઇ કેશરાભાઇ પટેલ 10 નવેમ્બરે પાલનપુર ખાતે રહેતા તેમના ભાઇ જયેશભાઇને રૂ.80 હજાર આપવા મિત્રની કાર નં.જીજે-03-એચકે-2376મા મિત્ર ભરતભાઇ તેમજ રાજેશભાઇ સાથે રવાના થયા હતા. તે સમયે ગ્રાહકને બાઇક લેવુ છે કે નહી તે વેરીફાય કરવા તેના ઘરે ગયા હતા. તે સમયે સ્કોર્પીયો ગાડી નં.જીજે-08-બીબી-9412 લઇ આવેલા ત્રણ શખ્સોએ વેપારી વસંતભાઇ સહીત તેમની સાથે નિકળેલા બંન્ને મિત્રોનુ અપહરણ કરી ભડથ બાજુ જતા બનાસનદીના પટમા લઇ ગયા હતા.અને ત્યા ગાડીમાથી ઉતારી મારમાર્યો હતો.તે બાદ આ‌વેલા જાલભા તેમજ હરેશ સાથે પાંચ શખ્સોએ મળી વેપારી પાસે રહેલા રૂ.80 હજાર ઝુંટવી લીધા હતા.બાદમા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી કપડા ઉતારવાનુ કહી વેપારીને નગ્ન કરી શખ્સોએ મોબાઇલમા વિડીયો ઉતારી લીધો હતો.તે બાદ જયરામભાઇ માળીને ફોન કરી જોરાવર ગઢના સરપંચ પાસે વાત કરી વધુ મારમાથી છોડાવવા બે દિવસમા રૂ.20 હજાર આપવાનુ કહેવડાવ્યુ હતુ.અને જો આ વાત કોઇને કરીશ તો જાનથી મારી નાખીશ અને નગ્ન વિડીયો વાયરલ કરી દઇશની ધમકીઓ આપી હતી. અપહરણના 25 દિવસ બાદ જોરાગવરગઢના સરંપચ રમેશભાઇ હેમરાજભાઇ, જયરામભાઇ માળી, સીવો, દિનેશ, જીવો, જાલભા તેમજ હરેશ સામે ફરીયાદ નોધાવતા પોલીસે ગણતરીના સમયમાં જ સીવો, દિનેશ અને જીવોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

વેપારી વસંતભાઇ પટેલ

ત્રણ આરોપીને કોર્ટમા રજુ કરાશે

ડીસા દક્ષીણ પોલીસના પીઆઇ બી.વી પટેલે જણાવ્યું કે ભાભરના વેપારીએ નોધાવેલી અપહરણ અને લુંટની ફરીયાદને પગલે સાત માથી ત્રણ શખ્સોની અટકાયત કરાઇ છે.જેમને કોર્ટમા રજુ કરી રીમાન્ડ મંજુર કરાવી વધુ તપાસ કરાશે

X
Palanpur News - bhaiya bharbhar trafficker kidnapped for 80 thousand 081736

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી