તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિયોદરના ખાણોદર જુના ગામે શનિવારે એક બંધ મકાનનો લાભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિયોદરના ખાણોદર જુના ગામે શનિવારે એક બંધ મકાનનો લાભ લઇ એક શખ્સ મકાનના તાળા તોડ્યા હતા.અને મકાનના દરવાજાના નકુચા તોડી મકાનમાંથી રૂ.2.60 લાખની ચોરી કરી જતાં એક શકમંદ સામે ફરિયાદનોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિયોદરના ખાણોદર જુના ગામે શનિવારે ખેડૂત શૈલેશભાઇ દાનાભાઇ રાઠોડના બંધ મકાનનો લાભ લઇ એક શખ્સે મકાનના તાળા તોડ્યા હતા.અને મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલી પેટીમાં પડેલી રોકડ રકમ રૂ.2,60,000 ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જેને લઇ શૈલેષભાઇ દાનાભાઇ રાઠોડએ દિયોદર પોલીસ મથકે શકદાર નરસીભઆઇ સુંડાભાઇ ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...