તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા 164 વિદ્યાસહાયકોને નિમણૂક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા 164 વિદ્યાસહાયકોને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા. નોકરી પર હાજર થનાર વિદ્યાસહાયકોને જિલ્લાના વાવ થરાદ સુઈગામ અને ધાનેરા તાલુકાની અંતરિયાળ પ્રાથમિક શાળાઓમાં હાજર થવા કહેવાયું હતું. કુલ 170 જગ્યાઓ પૈકી 6 જણા ગેરહાજર રહ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા નવા નિમણુક પત્રો પાઠવવાની સાથે સાથે જિલ્લા બદલી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા બહારથી આવેલા 25 શિક્ષકો પૈકી વાવ થરાદ અને ધાનેરા નિમણૂકો સ્વીકારી હતી. આ ઉપરાંત જિલ્લાના શિક્ષકોના અંદરોઅંદરની બદલી પણ કરવામાં આવી હતી જેમાં વધઘટની જગ્યાઓ ભરવામાં આવી હતી.

આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણએ જણાવ્યુ હતું કે\\\" બનાસકાંઠા જિલ્લામાં ગણિત અને વિજ્ઞાન વિષય માટે 164 નવા વિદ્યાસહાયકો બનાસકાંઠા જિલ્લા ને મળ્યા છે જેમને હાથોહાથ નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. તેમણે વાવ થરાદ સુઈગામ અને ધાનેરામાં પસંદગીપાત્ર સ્કૂલમાં ફરજ પર હાજર રહેવા નિમણૂક પત્ર સ્વીકાર્યા હતા.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો