તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહીવત વરસાદ થયો છે. જેના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહીવત વરસાદ થયો છે. જેના પગલે સમગ્ર જિલ્લામાં અછતની પરિસ્થિતિ સર્જાઇ છે. ઘાસચારા વિના પશુઓની હાલત દયનીય થઈ છે.

બનાસકાંઠા જિલ્લામાં વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને માતાનો દરજ્જો આપ્યો છે તેવી ગાય માતાઓની હાલત કફોડી થઇ છે. ત્યારે ડીસા તાલુકા નજીક આવેલ ખેટવા ગામે આવેલ તળાવમાં 200થી વધુ ગાયોની હાલત પણ કફોડી થઇ જવા પામી છે. જેથી શિયાળાની મધ્યમાં ગાયોની ઘાસચારા વિના ટળવળું પડી રહ્યું છે. દાતાઓ દ્વારા ગાયો માટે ઘાસચારો નાખવામાં આવે છે તે પણ કેટલાક દિવસ સુધી.ગાયોની વિકટ પરિસ્થિતિ ઉભી થઇ રહી છે. ત્યારે ગૌપ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા જો ગાયોને ખેટવા તળાવમાંથી કોઇ સુરક્ષિત જગ્યા પર કાયમી લઇ જવામાં આવે તો પાણી અને ઘાસચારા વગર તડફડતી ગાયોને જીવનદાન મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...