લાખણી તાલુકાના કોટડા ગામની બનાસ ડેરી સંચાલિત દૂધ ઉત્પાદક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાખણી તાલુકાના કોટડા ગામની બનાસ ડેરી સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ગ્રાહકોનું દૂધ ભેળસેળવાળું આવતુ હોવાના કારણે બનાસ ડેરીના કર્મચારીઓ દ્વારા તાળાં મારવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

લાખણીના કોટડા ગામની બનાસડેરી સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં આશરે 600 જેટલા ગ્રાહકો રોજનું 12 થી 13 હજાર લીટર દૂધ ભરાવે છે. જેમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂધ ભેળસેળ વાળું તેમજ વહીવટમાં ગોલમાલની શંકાએ બનાસ ડેરીના કર્મચારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે તપાસ માં 25 ઉપરાંત જેટલા ગ્રાહકોનું દૂધ ભેળસેળયુક્ત જણાયુ હતું. જે કારણોસર બનાસ ડેરીના કર્મચારીઓ દ્વારા દૂધમાં તેમજ વહીવટમાં પારદર્શિતા ન હોવાથી તાત્કાલિક ધોરણે દૂધ ડેરીને તાળાં મારવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...