તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબાજીમાં ધોવાના બહાને ગઠિયા રૂ.1.38 લાખના દાગીના લઇ ફરાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અંબાજીની સત્યમ સીટી સોસાયટીમાં પાર્સલ આપવાને બહાને અંબાજી મંદિરના મહિલા સુરક્ષા કર્મીને ઘરે ઘૂસેલા શખ્સો તાંબા પિતળના વાસણ સાફ કરવા બેસી ગયા હતા.જો કે વાસણ બાદ પરિવારે દાગીના ધોવા આપ્યાં તો શખ્સો પરિવારને અંધારામાં રાખી દાગીના સેરવી રફુચક્કર થઇ જતાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી.આથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અંબાજીમાં દાંતા રોડ પર આવેલી સત્યમ સોસાયટીમાં રહેતા દીપકકુમાર મહાશંકરભાઇ સોનપાલના પત્ની ઉષાબેન અંબાજી મંદિરમાં સુરક્ષામાં ફરજ બજાવે છે.ત્યારે શુક્રવારે બે શખ્સો પાર્સલ આપવાને બહાને સુરક્ષા કર્મીને ઘરે ઘુસી ગયા હતા.પરંતુ સુરક્ષા કર્મીના પતિ શખ્સોની વાતમા ન આવ્યા તો શખ્સો તાંબા પિત્તળના વાસણો સાફ કરવાનો પાવડર હોવાનું કહી વાસણો સાફ કરવા બેસી ગયા હતા.અને વાસણો ચમકાવી આપી પરિવારને વિશ્વાસમાં લીધો હતો.

તે બાદ પોતાની પાસે દાગીના ધોવાનો પણ પાવડર હોવાનુ કહેતા સુરક્ષા કર્મીની માતાએ શરીર પર પહેરેલા દાગીના કાઢી સાફ કરવા આપી દેતા શખ્સોએ સોનાના દાગીના ગરમ કરવા પડશેનું કહી દાગીના ડબ્બામા ભરી ઠંડા થયા બાદ બે મિનિટમાં કાઢી લેવાનું કહી શખ્સો જતા રહ્યા હતા.

પરિવારે બે મિનિટમાં ડબ્બો ખોલી દાગીના કાઢવા જતાં ફક્ત હળદરનું પાણી જ હાથે લાગ્યું હતું.પરંતુ ધોવા આપેલા ત્રણ તોલા સોનાની બંગડી,દોઢ તોલા સોનાની ચેન,બે આની વજનની સોનાની વીંટી મળી કુલ રૂ.1,38,000ના દાગીના શખ્સો સેરવી રફુચક્કર થઇ જતાં સુરક્ષા કર્મીના પતિ દીપકકુમાર સોનપાલે અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાર્સલ આપવાને બહાને આવેલા શખ્સો તાંબાના વાસણો સાફ કરવા બેસી ગયા,દાગીના ધોવા આપ્યાં તો ગરમ કરવા કહી સેરવી રફુચક્કર થઇ ગયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો