તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ.કાંઠાં જિલ્લામાં સ્વસ્તિક શાળા સંકૂલની શ્રેષ્ઠ શાળા એવોર્ડ તરીકેની પસંદગી કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દરેક જિલ્લાની શ્રેષ્ઠ શાળા પસંદગી કરીને શ્રેષ્ઠ શાળા એવોર્ડ આપવામાં આવતો હોય છે. 2019-20 ના વર્ષ માં બનાસકાંઠા જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે સોળગામ લેઉઆ પાટીદાર સમાજ સંચાલિત શ્રી કે.કે.ગોઠી હાઈસ્કૂલ અને સ્વસ્તિક ઉચ્ચતર માધ્યમિક શાળા-પાલનપુર પસંદગી કરવામાં આવેલ છે.

પાલનપુરમાં સોળગામ લેઉઆ પાટીદાર સમાજ આયોજિત શ્રી કે.કે.ગોઠી હાઈસ્કૂલ અને સ્વસ્તિક ઉચ્ચતર માધ્યમિક શાળા સહિત અન્ય પ્રકારની જુદી જુદી સંસ્થાઓ હાલમાં કાર્યરત છે. આ સંસ્થામાં લગભગ 3700થી વધુ બાળકો તેમજ 168 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. સ્વસ્તિક સંકૂલમાં બાળકને કેન્દ્રમાં રાખીને આજની હરીફાઇના જમાનામાં ગુણવત્તા યુકત બાળકોને શિક્ષણ પુરૂ પાડીને શાળા પરીણામમાં પણ અવલ્લ નંબરે રહે છે. મહત્વની વાત તો એ છે કે, આજે આવા મોંઘવારીવાળા જમાનામાં પણ ધોરણ 11-12 સાયન્સ દીકરીઓને ફકત રૂ.30 માં અને દીકરાઓને ફકત રૂ.1150માં શિક્ષણ પુરૂ પાડે છે. તેમજ ધો.12 ના બાળકોને ગુરૂજીઓ દ્વારા દત્તક લઈને બાળકની વ્યકિતગત દેખરેખ રાખીને બાળકનું પરીણામ કંઈ રીતે સુધરે તેનો સંસ્થા દ્રારા પ્રયત્ન કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દરેક જિલ્લાની શ્રેષ્ઠ શાળા પસંદગી કરીને શ્રેષ્ઠ શાળા એવોર્ડ આપવામાં આવતો હોય છે. 2019-20 ના વર્ષ માં બનાસકાંઠા જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે સોળગામ લેઉઆ પાટીદાર સમાજ સંચાલિત પાલનપુર કે.કે.ગોઠી હાઈસ્કૂલ-સ્વસ્તિક ઉ. મા.શાળાની પસંદગી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો