પાલનપુર તાલુકાના સુરજપુરા ગામમા રેલવે સંપાદિત કરેલી જગ્યા સિવાય

Palanpur News - apart from the place where the railway was edited in surjapura village of palanpur taluka 032628

DivyaBhaskar News Network

Feb 12, 2019, 03:26 AM IST

પાલનપુર તાલુકાના સુરજપુરા ગામમા રેલવે સંપાદિત કરેલી જગ્યા સિવાય વધારાની જમીન ખેડી દીધી હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો છે. આ મામલે અસરગ્રસ્ત ખેડૂતે રેલ્વે અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

પાલનપુર તાલુકાના સુરજપુરા ગામમાં રેલ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત નવી રેલવે લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જે ખેડૂતોની જમીન રેલવે ટ્રેકમાં કપાઇ હતી તેમને વળતર ચૂકવાયું હતું. જોકે સુરજપુરા ગામના ખેડૂત ભગવાનભાઈ કુગશીયાએ જણાવ્યું હતું કે સુરજપુરા ગામમાં સર્વે નંબર 51 માં મારી જમીન આવેલી છે.

જ્યાં ત્રણ દિવસ અગાઉ રેલવેના અધિકારીઓને કોન્ટ્રાક્ટરે આવીને મારા ખેતર માં જરૂર કરતાં વધારે ખેડાણ કરી દીધું હતું. રેલવે દ્વારા સંપાદિત 541મીટર હતી જ્યારે આ લોકો દ્વારા 1100 મીટરના નિશાન મૂકવામાં આવ્યા હતા

રેલવે દ્વારા જમીન મામલે વળતર એક તૃતિયાંશ ચુકવાયુ છે. જ્યારે જમીન બે તૃતીયાંશ લેવાનો પ્રયાસ નિંદનીય છે.

X
Palanpur News - apart from the place where the railway was edited in surjapura village of palanpur taluka 032628
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી