વારાહીની પરિણીતાને ત્રાસ આપી માર મારતાં સાસરિયાં સામે ગુનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ જિલ્લાના વારાહી ઘાંચીવાંસની યુવતીને છેલ્લા આઠ માસથી સાસરિયાના લોકો બે દિકરીઓને જન્મ આપવા બાબતે મહેણાં ટોણા મારી માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા હતા.જેને લઇ આઠ માસથી સમાધાન માટે રોકાયેલી યુવતીએ સૂઇગામ પોલીસ મથકે સાસરીયાના 3 સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.

વારાહીના ઘાંચીવાસના મૂળ રહેવાસી અને હાલ વાવના લાલપુર ગામે રહેતી યુવતીને બે દીકરીઓને જન્મ આપવા બાબતે પતિ સહીત સાસરીયાના 3 લોકોએ છેલ્લા આઠ માસથી મેેણાટોણા મારી અવાર નવાર મારમાર્યો હતો.અને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. પરંતુ યુવતી સમાધાન માટે રોકાઇ હતી.છેવટે યુવતીએ રવિવારે સુઇગામ પોલીસ મથકે પહોચી સાસરીયાના યુનુસભાઇ અનવરભાઇ ઘાંચી, અનવરભાઇ ઉસ્માનભાઇ ઘાંચી અને શુભાનબેન અનવરભાઇ ઉસ્માનભાઇ ઘાંચી સામે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...