તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં આખલો બીમાર થતાં એનિમલ હેલ્પલાઈનની ગાડી ન આવતા રોષ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરના ત્રણબત્તી ટાવર પાસે રવિવારે સવારે કચરાના ઢગલા પાસે એક આખલો બીમાર અવસ્થામાં પડ્યો હોવાની જાણ જીવદયા પ્રેમીઓને થતાં 1962 સરકારી એનિમલ હેલ્પ ગાડીનો સંપર્ક કરતાં તે ન આવતાં જીવદયા પ્રેમીઓએ ખાનગી સેવાભાવી સંસ્થાનો સંપર્ક કરી આખલાની સારવાર કરાવી હતી.

પાલનપુરના ત્રણબત્તી ટાવર પાસે રવિવારે સવારે કચરાના ઢગલા પાસે એક આખલો બીમાર અવસ્થામાં પડ્યો હતો. જેથી સ્થાનિક નાગરિકે જીવદયા પ્રેમીઓને જાણ કરતા પંકજભાઇ રાઠોડ તેમજ કાંતિભાઇ પૂરોહિત તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સરકારની એનિમલ હેલ્પલાઇન 1962 નો સંપર્ક કરતાં ત્યાંથી ડ્રાઇવર હાજર નથી તેવો જવાબ મળ્યો હતો. જેથી પાલનપુરમાં પશુઓની સેવા કરતા પરેશભાઇનો સંપર્ક કરતાં તેમની એમ્બ્યુલન્સ વાન મોકલી અને આખલાની સારવાર કરી હતી.

જો કે જીવદયા પ્રેમીઓએ સરકારની 1962 એનિમલ હેલ્પલાઇન પ્રત્યે રોષ ઠાલવી અને જણાવ્યું કે અમે આ બાબતે કલેક્ટરને પણ રજૂઆત કરીશું. જોકે મોડે મોડે પણ 1962 એનિમલ હેલ્પલાઇનની વાને આવીને આખલાને ઇન્જેક્શન તેમજ બોટલો ચડાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો