લૂંટના પ્રયાસમાં ઝડપાયેલા ત્રણેય શખ્સોને સબજેલમાં ધકેલાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરના ચેકપોસ્ટ નજીક શાહ અને આચાર્ય પ્રેટ્રોલ પંપ પર કેશ ઉઘરાવવા પહોચેલા એચડીએફસીના કેશીયરની લુંટના પ્રયાસ મામલે પોલીસે મંગળવારે ચંપક ઠક્કરની અટકાયત કર્યા બાદ બુધવારે કોર્ટમા રજુ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.જે કે બુધવારે રાત્રે ઘટનામા સંડોવાયેલા વધુ બે ઇરફાન અનવરભાઇ સિપાહી અને રવિશંકર ઉર્ફે મોન્ટુ ભેરારામ પરિહારની અટકાયત કરી હતી.અને ગુરૂવારે બંન્ને શખ્સોને કોર્ટમા રજુ કરી રિમાન્ડની માંગ કરી હતી.પરંતુ કોર્ટે રિમાન્ડ ના મંજુર કરતા ત્રણેય શખ્સોને સબજેલના સળીયા પાછળ ધકેલી દેવાયા હતા.હવે પોલીસ ફરાર શખ્સ કીરણ દેસાઇ ઉર્ફે રાજેશ ચૌહાણને શોધવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...