Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
1246 ગામોમાં બીનખેતીના હુકમો થયા એ તમામને પ્રોપર્ટી કાર્ડ અપાશે
જિલ્લાના 1246 ગામોમાં અત્યાર સુધી થયેલા તમામ બીનખેતીના હુકમો થનાર મિલકત ધારકને પ્રોપર્ટી કાર્ડ આપવાનો પાયલોટ પ્રોજેકટ બનાસકાંઠાના ગામોમાં અમલી બનાવાયો છે. અત્યાર સુધી સમગ્ર જિલ્લામાં 67 હજારથી વધુ પ્રોપર્ટીકાર્ડ અપાઇ ચુક્યા છે અને હજુ પણ આવા મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ ઈશ્યુ કરવાની કામગીરી ચાલી રહી છે.
અત્યાર સુધી માત્ર શહેરી વિસ્તારમાં જ સરકાર દ્વારા પ્રોપર્ટી કાર્ડ ઇશ્યુ કરાતા હતા. પરંતુ સરકારે બનાસકાંઠા જિલ્લાના તમામ ગામોમાં જેમણે પોતાના ખેતરોને કોઇને કોઇ કારણસર બિનખેતી કરાવી વ્યાપાર ઉદ્યોગ કે પછી અન્ય કોઇ સ્કીમ ઉભી કરી છે તેવા તમામ મિલકતધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવી રહ્યા છે. 67 હજાર જેટલા પ્રોપર્ટીકાર્ડ નીકળી ચૂકયા છે
આ અંગેની વિગતો આપતા જમીન દફતર કચેરીના સુપ્રિટેન્ડન્ટ બી.એ.પટેલે જણાવ્યું હતું કે \\\"હાલમાં સરકારના જુદાજુદા પ્રોજેક્ટ અમલી છે. જેમાં પ્રોપર્ટી કાર્ડ કાઢી આપવાનું કાર્ય હાલ પ્રાયોરિટી બેજમાં છે. બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકા હોવાથી અને જમીન દફતર કચેરીમાં સુપ્રિન્ટેન્ડેન્ટ 2 બેસતા હોવાથી કામગીરી વહેંચી દેવામાં આવી છે. જેમાં બનાસ નદી આ તરફના તાલુકાઓ મારા છે જ્યારે નદી એ તરફના તાલુકાઓ પ્રથમ માળે બિરાજતા સુપ્રિ.સંભાળી રહ્યા છે.’
બનાસકાંઠા જિલ્લામાં 67 હજારથી વધુ પ્રોપર્ટીકાર્ડ અપાયા