કલેકટર કચેરીમાં આત્મવિલોપનના પ્રયાસ બાદ કલેકટર કચેરીમાં ન બને

DivyaBhaskar News Network

Apr 25, 2019, 06:51 AM IST
Palanpur News - after the attempt of self discovery in the collector39s office the collector will not be in the office 065141

કલેકટર કચેરીમાં આત્મવિલોપનના પ્રયાસ બાદ કલેકટર કચેરીમાં ન બને તે માટે કલેકટર કચેરીના ગેટ પાસે જ અરજદારોની એન્ટ્રીઓ ફરજિયાત નોંધવામાં આવી રહી છે. પ્રથમ દિવસે 50થી વધુ મુલાકાતીઓના નામ મોબાઈલ નંબર નોંધાયા હતા.

અંગેની વિગતો આપતા ફરજ પરના સ્ટાફે જણાવ્યું હતું કે " જિલ્લા કલેકટરની સુચનાથી ગૃહશાખા દ્વારા જિલ્લા કલેકટર કચેરીની મુલાકાત લેનાર અરજદારો તેમજ જે તે કામ અર્થે આવતા તમામ લોકોની નોંધ રજીસ્ટરમાં નોંધ કરવામાં આવી રહી છે. રજીસ્ટરમાં નોંધાયા બાદ કોણે કોણે મુલાકાત લીધી તેનું પત્રક પણ કલેકટર કચેરીમાં જમા કરાવવાનું કહેવામાં આવ્યું છે. " જિલ્લા કલેકટરના આ હુકમને પગલે અરજદારોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. કલેકટર કચેરીમાં જઈ રહેલા એક અરજદારે જણાવ્યું હતું કે "જિલ્લા કલેક્ટરે આ નિર્ણય ખૂબ યોગ્ય કર્યો છે.જેનાથી કચેરીમાં બેરોકટોક પ્રવેશ પર લગામ લાગશે." જ્યારે અન્ય એક અરજદારે જણાવ્યું હતું કે "જેને જે કરવું હોય છે તે ગમે તે રીતે કરે છે. સુરક્ષાના કારણો આગળ ધરીને પંચાયત તરફ જતો દરવાજો બંધ કરવો યોગ્ય નથી."

X
Palanpur News - after the attempt of self discovery in the collector39s office the collector will not be in the office 065141
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી