ગઢના હોડા ગામેથી 24મી માર્ચે સગીરાનું અપહરણ કરી જતાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઢના હોડા ગામેથી 24મી માર્ચે સગીરાનું અપહરણ કરી જતાં સગીરાના પિતાએ શખ્સ સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસાના રેલવે સ્ટેશન વિસ્તાર નજીક રહેતા ગોવિંદજી અશોકજી ઝાલા નામનો શખ્સ 24 મી માર્ચે ગઢના હોડા ગામેથી લગ્ન કરવાની લાલચ આપી સગીરાનું અપહરણ કરી ગયો હતો.જેને લઇ શોધખોળ કર્યા બાદ સગીરાનો કોઇ પતો ન લાગતાં છેવટે સગીરાના પિતાએ બુધવારે ગઢ પોલીસ મથકે ગોવિંદજી અશોકજી ઝાલા સામે ફરિયાદ નોંધાવી હતી.