તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અડેરણ અને અહમદપુરાની દૂધ મંડળીના તાળાં તૂટ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસ ડેરીની દાંતા અને વડગામની બે અલગ-અલગ મંડળીઓમાં ચોરોએ કસબ અજમાવી મંડળીઓના તાળાં તોડી કુલ 76,880 રોકડ રકમની ચોરી કરી હતી.

બનાસ ડેરીની દાંતા તાલુકાના અડેરણ ગામે આવેલી દૂધ મંડળીમાંથી 24 સપ્ટેમ્બરના રાત્રીના સમય દરમિયાન અજાણ્યા શખ્સોએ દૂધ ડેરીનું શટર તોડી અંદર પ્રવેશી ઓફિસમાં ટેબલના લોકરમાં મૂકેલા 18,830 રૂપિયાની ચોરી કરી હતી. જે અંગે શબ્બીરહુસેન રાજેભાઇ સુણસરાનારાએ દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે 25 સપ્ટેમ્બરની રાત્રીના સમય દરમિયાન વડગામ તાલુકાની અહમદપુરા ગામની દૂધ મંડળીના મકાનના તાળા તોડી અજાણ્યા ઇસમોએ તિજોરીમાં પડેલી રોકડ રકમ 58,050 રૂપિયાની ચોરી કરી હતી. જે અંગે મોહમ્મદભાઈ પીરાભાઇ માંકણોજિયાએ વડગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...