પાલનપુરથી અંબાજી દર્શને જતા પરિવારને અકસ્માત, બે સભ્યો અને કાર ચાલકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરના મહેશ્વરી પરિવાર વેકેશનની રજા માણવા ઘરે આવેલી દીકરીઓને લઇ રવિવારે ભાડેથી ટવેરામાં અંબાજી દર્શનાર્થે જવા નીકળ્યો હતો. પાલનપુરના રતનપુર નજીક જ કાળ ભારખી ગયો હતો.રતનપુર નજીક ટવેરા કાર સામેથી આવતા બે પીકઅપ ડાલાને ટક્કર મારી પલટી મારી જતાં કારમાં સવાર પરિવારના 2 સભ્યો અને કાર ચાલક સહિત 3ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ.જ્યારે સવાર 6 લોકોને ઇજાઓ થતાં સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.જેમાં 3 લોકોને વધુ ઇજાઓ થતાં અમદાવાદ રીફર કરાયા હતા.

પાલનપુરનો મહેશ્વરી પરિવાર ઉનાળાના વેકેશનને લઈ પિયરે આવેલી દીકરીઓ સાથે રવિવારે સવારે અંબાજી દર્શનાર્થે જવા ખાનગી ટવેરા કાર(જીજે 02 બીપી 8024)માં રવાના થયો હતો.ત્યારે પાલનપુર નજીક આવેલા રતનપુર ગામ પાસે કાર સામેથી આવતા પીકઅપ ડાલા (જીજે 01 બીએક્ષ 8064)ને ટક્કર મારી ટવેરા ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી સામેથી આવતા બીજા ડીજે ભરેલા પીકઅપ ડાલા (જીજે 01 ડીઝેડ 1564)ને ટક્કર મારી ટવેરા પલટી મારી ગઈ હતી.ઘટનાને લઇ લોકોએ પલટી મારી ગયેલી ટવેરાને સીધી કરી કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. જેમા પરિવારના 8 સભ્યોમાંથી એક અઢી વર્ષના બાળકનંુ તેમજ એક વૃધ્ધા અને ટવેરા ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય 6 સભ્યોને ઇજાઓ થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જેમાંથી 3 લોકોની હાલત વધુ ગંભીર જણાતાં તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા.

રતનપુર નજીક ટવેરા બે પીકઅપને ટક્કર મારી ટવેરા પલટી ગઇ હતી.

મૃતકોના નામ

ગોદાવરીબેન કાજુમલભાઇ રાઠી (70) રહે.વડગામ

ભવ્ય અનિલકુમાર મહેશ્વરી ( અઢી વર્ષ) રહે.સુરેન્દ્રનગર

દેવાનંદભાઈ મોતીલાલ સૈની (73)(કારચાલક) રહે.બ્રીજેશ્વર કોલોની-પાલનપુર

ઘાયલોના નામ

પિંકીબેન સંજયભાઇ રાઠી (35)

લલીતાબેન જગદીશભાઈ રાઠી (45)

સીમાબેન રાજેશભાઇ ચાંડક (32)

ગૌરીબેન ભેખદલાલ મહેશ્વરી (65)

ચાર્વી રાજેશભાઇ ચાંડક (5)

તમામ રહે.શક્તિ નગર-પાલનપુર

જતીન દિનેશભાઇ મહેશ્વરી (15)

રહે.કડી,મહેસાણા
અન્ય સમાચારો પણ છે...