પાલનપુરના કુશ્કલના યુવકને ગામના 4 શખ્સોએ મારમાર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરના કુશ્કલના યુવકને બુધવારે રાત્રે બાદરપુરા હાઇવે નજીક ગામના જ શખ્સોએ મારમારી ઇજાઓ પહોચાડી ધમકીઓ આપી જતા ઇજાગ્રસ્ત યુવકના મામના દીકરાએ ચાર શખ્સો સામે ફરિયાદ નોધાવી હતી.

પાલનપુરના કુશ્કલ ગામે રહેતા મનિષભાઇ મહાદેવભાઇ દેસાઇ બુધવારે રાત્રે તેના મામાના દીકરા અજયને પાલનપુર મુકવા જવા નિકળ્યો હતો.તે સમયે રસ્તામા બાદરપુરા હાઇવે નજીક આવતી હોટલ પર ચા-પાણી કરવા ઉભો રહ્યો હતો.અને ત્યાથી નિકળવા જતી સમયે જ તેના ગામના જ ગીરીશ ચૌધરી નામના શખ્સે ”તુ ગામમા માથાભારે થઇ ગયો છે”તેવુ કહી અપશબ્દો બોલી સહીત ત્રણ શખ્સોએ આવી અપશબ્દો બાલી મારમારવા લાગ્યા હતા.જો કે તે બાદ મનિષભાઇને તેના મામાના દીકરાએ મારમાથી છોડાવતા શખ્સો લાગ મળ્યે વધુ માર મારવાની ધમકીઓ આપી જતા રહ્યા હતા.જે બાદ અજયે 108 એમ્બુલન્સને બોલાવી ઇજાગ્રસ્ત મનિષભાઇને સારવાર અર્થે પાલનપુર સિવીહ હોસ્પીટલ ખાતે ખસેડી ફોઇના દીકરાને મારમારનારા ગીરીશભાઇ રમેશભાઇ ચૌધરી,અંકીતભાઇ બાબુભાઇ ચૌધરી,દર્શભાઇ શાંતુભાઇ ચૌધરી અને જયેશભાઇ પરથીભાઇ ચૌધરી સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

ઇજાગ્રસ્ત યુવકના મામાના દીકરાએ 4 સામે ફરિયાદ નોધાવી

મને ગાડીમા બેસવાની ધમકીઓ આપી મારમાર્યો હતો : મનિષભાઇ

હું મારા મામાના છોકરાને પાલનપુર મુકવા જતા રસ્તામા ચા પાણી કરી નિકળ્યા ત્યારે ગામના જ શખ્સોએ બોલાવી અપશબ્દો બોલ્યા અને મારમાર્યો તે બાદ મને ગાડીમાં બેસી જવાનુ કીધુ પરંતુ હુ ગાડીમા ના બેસ્યો તો મને વધારે મારમારવાનુ શરૂ કરતા મારો ભાઇ વચ્ચે પડ્યો તો તેને પણ ધક્કો મારી દેતા મે બુમાબુમ કરી અને આજુબાજુના લોકો ભેગા થઇ જતા શખ્સો ભાગી ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...