તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોબાઇલ ટાવર ન પકડાતા 29 મતદાન મથક પર વાયરલેસ સેટ ઉભા કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતા તાલુકાના જંગલ નજીક પર્વતીય વિસ્તારમાં આવેલા કેટલાક ગામોના 29 મતદાન મથકો એવા છે જ્યાં બિલકુલ મોબાઇલ નેટવર્ક આવતું નથી. ચૂંટણીપંચ દ્વારા આવા મતદાન મથકો પર વિશેષ સુવિધા ઉભી કરવામાં આવે છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના 29 મતદાન મથકો પર મોબાઇલ ટાવર જ આવતા નથી. જેના લીધે આ વિસ્તારમાં કમ્યુનિકેશન કરવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જોકે આ વિસ્તારોમાં બનાવવામાં આવેલા મતદાન મથકો પર વાયરલેસ વોકીટોકી સેટ ઉભા કરી મતદાનની પ્રક્રિયા હાથ ધરાય છે. બનાસકાંઠા ચૂંટણી પંચે આવા મતદાન મથકોની અલગ યાદી તૈયાર કરી તેમને શેડો એરીયામાં સ્થાન આપ્યું છે.

ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે \\\"પર્વતીય વિસ્તાર જંગલ વિસ્તાર અને સરહદીય પર્વતીય વિસ્તારમાં મોબાઈલ ટાવરનું નેટવર્ક ન હોવાથી દાંતાના 29 મતદાન મથકોને વાયરલેસ સિસ્ટમથી સજ્જ કરી સમગ્ર ચૂંટણી પાર પડાશે.’

આ બુથો પર્વતીય વિસ્તારમાં આવે છે

કરમદી, રબારણ-1, રબારણ-2, ઉપલાઘોડા, સેબલપાણી, રાણપુર-1, રાણપુર-2, રાણપુર-3, વિરમવેરી, પાડલીયા, ધરેડા, શિયાવાડા, ધાબાવાળીવાવ, રુપવાસ, પીપળાવાળી વાવ-1, પીપળાવાળી વાવ-2, હરિવાવ, વશી, દીવડી, જામરૂ-1, જામરૂ-2, બારવાસ, જેલાણા, બેડા, ચોકીબોર, કણબીયાવાસ, વડવેરા, ચોરી અને માળ.
અન્ય સમાચારો પણ છે...