દાંતીવાડામાં રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળા યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલેકટરે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લીધી


પાલનપુર | 14 ફેબ્રુઆરીના રોજ સવારે 10-00 વાગે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળા યોજાશે. પ્રાકૃતિક ખેતી માટે ચાલી રહેલી ચળવળને વેગ આપવા, પ્રાકૃતિક ખેતી તાલીમ લીધેલ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના આશયથી આ કાર્યશાળાનું આયોજન દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે.

આ કાર્યશાળામાં ઉ.ગુજરાતના બનાસકાંઠા, ગાંધીનગર,મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લાનાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહેશે.રાજ્યપાલના કાર્યક્રમને અનુલક્ષી બુધવારે કલેકટર સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, વાઇસ ચાન્સેલર ર્ડા.આર.કે.પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...