તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિયોદરમાં જેટકો કચેરી દ્વારા જાગૃતિ રેલી યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર | દિયોદર તાલુકાના વખા 220 કે.વી સબસ્ટેશન ખાતે કાર્યરત જેટકો કચેરી દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે શુક્રવારે જાગૃતિ રેલી યોજાઇ હતી. દિયોદર વી.કે.વાઘેલા હાઇસ્કુલથી પ્રારંભ થયેલ જાગૃતિ રેલી તેમજ મુખ્ય બજારમાં થઇ ઉત્તરાયણના પર્વ પર સાવધાની અંતર્ગત બેનરો અને સૂત્રોચ્ચાર રેલી શહેરમાં ફરી હતી. આ રેલીને સફળ બનાવવા દિયોદર મામલતદાર પી.એસ.પંચાલ, જેટકો કચેરીના કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, દિયોદર પોલીસ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...