તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તમપુરાની મોડેલ ડે સ્કુલમાં માર્ગદર્શન પ્રોગ્રામ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર | ઉત્તમપુરાની મોડેલ ડે સ્કુલમાં કરીયર ગાઇડન્સ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં ધોરણ-10 અને ૧૨ પછી શું ω જેવા પ્રશ્નોથી વિદ્યાર્થીઓ ખુબજ મુજવણ અનુંભવતા હોય છે. વિદ્યાર્થીઓની મુજવણ દુર થાય અને તેઓ પોતાના જીવનમાં યોગ્ય વ્યવસાય પસંદ કરી શકે તે માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાંતીવાડાના સુપરવાઇઝર ઇનસ્ટ્રક્ટ્રર યોગેશભાઇ આર.રાણા અને પ્રતિકભાઇ જાદવ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે ધોરણ-10 અને 12 પાસ કર્યા પછી કયા-કયા કોર્ષ કરી શકાય તે વિષે ખુબ મુદ્દાસર રીતે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં આર્ટ્સ, સાયન્સ અને કૉમર્સ પ્રવાહો તેમજ ડીગ્રી અને ડીપ્લોમા કોર્સ, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ચાલતા વિવિધ વ્યવસાયો અને તેમાં પ્રવેશ મેળવવા અંગેની તથા તાલીમ અંગેની સંપુર્ણ સમજ આપી હતી. પ્રાથમિક શાળાના આચાર્ય કમલેશભાઇ ઠક્કરે પણ સારી કારકિર્દી બનાવવા શું કરવું તે વિષે સમજ આપી હતી. તેમજ મોડેલ શાળાના આચાર્ય દિલીપભાઇ પટેલે વિવિધ જાહેર પરીક્ષાઓની માહિતી. તે માટેની શું લાયકાત હોય, પાસ કરવા માટે કઈ રીતે તૈયારી કરી શકાય તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો