તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરની સિવિલ હોસ્પીટલને અડીને આવેલા બ્રાહ્મણવાસ વિસ્તારમા થોડા દિવસો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરની સિવિલ હોસ્પીટલને અડીને આવેલા બ્રાહ્મણવાસ વિસ્તારમા થોડા દિવસો અગાઉ ત્રણ બાળકોમા ડેન્ગ્યુના લક્ષણો જોવા મળતા લોકોમા ભય ફેલાયો હતો.ત્યાં વધુ એક યુવક ડેન્ગ્યુનો ભોગ બનતાં વિસ્તારના લોકો ડેન્ગ્યુના કહેરથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.જ્યારે યુવકમા ડેન્ગ્યુ પોઝિટિવ જોવા મળતા આરોગ્ય તંત્ર પણ સફાળુ જાગ્યુ છે.અને શનિવારે વિસ્તારમાં પાણી ભરાયેલા સ્થળો પર દવાનો છંટકાવ સહિત રવિવારે વિસ્તારના ઘરોમાં આરોગ્ય તંત્રની ટીમ દ્વારા ફોગિંગની કામગીરી હાથ ધરાઇ હતી.જોકે વિસ્તારમાં એક માસમા જ ડેન્ગ્યુના ચાર કેસ સામે આવતા વિસ્તારના લોકોમા ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...