તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાંતા તાલુકાના વીજલાસણ જોરાપુરા ગામમાં થોડા દિવસો પૂર્વે રીંછ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાંતા તાલુકાના વીજલાસણ જોરાપુરા ગામમાં થોડા દિવસો પૂર્વે રીંછ ખેતર નજીકથી પસાર થતાં મગફળીના પાક રક્ષણ માટે લાગેલા તારને અડકી ગયું હતું. જેથી અચાનક વીજ કરંટથી રીંછનું મોત થયું હતું. બાદમાં ડરી ગયેલા ખેતર માલિકોએ વન વિભાગનું ધ્યાન દોરવાના બદલે રીંછને જમીનમાં દાટી દીધું હતું. જેથી જોરાપુરા ગામના જ કલસિંહ ગોબરસિંહ ચૌહાણ અને દલપતસિંહ ગોબરસિંહ ચૌહાણ વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ ધારા 1972 ની કલમ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. દરમિયાન રીંછનું બાલારામ સેન્ટ્રલ નર્સરીમાં દાંતીવાડાના વેટરનરી તબીબો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને મોતના કારણોની તપાસ કરવા માટે વિશેરા લેબમાં મોકલવામાં આવ્યા હતા. બીજી તરફ તેમની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો તે બંને દાંતા પૂર્વ રેન્જની ઓફિસે ગુરુવારે સવારે હાજર થતા બંને ભાઇઓને દાંતાની ફર્સ્ટ કલાસ જ્યુ. મેજી.ની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં સાંજે કોર્ટે 20 હજારના જામીન પર તેમને છોડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...