તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પટોસણ ગામે યુવાનના મોત મુદ્દે દંપતી સામે ગુનો નોંધાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાલનપુરના પટોસણ ગામે ખેતરમાં ત્રણ માસ અગાઉ ખસાનાં યુવકની કરંટ લાગેલી હાલતમાં લાશ મળતાં અકસ્માતે મોતની ફરિયાદ નોંધાઇ હતી. શનિવારે મૃતકના મહોલ્લામાં રહેતાં બકરા ચરાવતાં યુવકે જે ખેતરમાં યુવકનું મોત થયું હતું.તે ખેતરમાં ખેતર ફરતે કરંટ ઉતાર્યો હોવાનો વિડીયો રજૂ કરતાં ગઢ પોલીસે ખેતર માલિક તેમજ તેની પત્ની વિરૂદ્ધ આઈ.પી.સી.કલમ 304 હેઠળ ગૂનો નોંધાયો છે.

ખસા ગામે રહેતાં રામચંદજી મણાજી ઠાકોરનો દીકરો તરસંગજી (ઉંમર વર્ષ-30) ત્રણ માસ અગાઉ પટોસણ ગામે રમેશભાઈ જેઠાભાઈ ભૂતડીયાને ત્યાં મજૂરીનાં પૈસા લેવાં ગયો હતો. જ્યાં બીજા દિવસે તરસંગજીના ખેતરના શેઢા ઉપર લાશ મળી હતી.શરીરે કરંટ લાગવાના નિશાનો પણ મળ્યાં હતાં.જે બાદ મૃતકના પિતાએ ફરિયાદ આપી હતી.ત્યારબાદ યુવકના પિતાને જાણવા મળેલ કે પટોસણ ગામનાં રમેશભાઈ જેઠાભાઈ ભુતડીયા તથા તેમની પત્ની હંસાબેન ખેતરનાં ફરતે કરંટ ગોઢવેલ હોવાથી કરંટ લાગતાં તરસંગજીનું મૃત્યુ થયું હતું. જ્યાં આ દંપતીએ તરસંગજીની લાશ બીજા ખેતરમાં સંતાડી દીધી હતી. જે કેસની તપાસ દરમિયાન શનિવારે ખસા ગામનાં વિરાજી ગજાજી ઠાકોરે રમેશભાઈ ખેતરમાં અગાઉ ડી.પી.નાં થાંભલા સાથે ખેતર ફરતે મુકવાનો વાયર લગાવેલ મોબાઈલ વિડીયો બનાવ્યો હતો.તે વીજવાયરનાં કારણે તરસંગજીનું મોત થયું હોવાનું મૃતકનાં પિતાને જણાવી વિરાજી ઠાકોરે પોલીસ મથકે વિડીયો રજૂ કરતાં પોલીસે રમેશભાઈ અને તેમની પત્ની હંસાબેન વિરુદ્ધ ગુનો નોંધી મોબાઈલ કબજે લઇને એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.

ત્રણ માસ અગાઉ ખસા ગામના યુવકનું કરંટ લાગતાં મોત થયું હતું, લાશ બીજા ખેતરમાં નાખી દીધી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો