અમીરગઢની બોર્ડર ચેક પોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી એક બસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમીરગઢની બોર્ડર ચેક પોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી એક બસ આવી ઉભી રહી. સામાન્યરીતે ગુનાહિત હેરાફેરી અટકાવવા પોલીસ વાહનો ઉભા રખાવી ચેક કરતી હોય છે પણ બસ સામેથી ઉભી રહેતા અમીરગઢ બોર્ડર વાહન ચેકિંગ ટીમે બસ નજીક જતા બસના ક્લીનરએ એક નાના બાળક સાથે બસમાંથી નીચે ઉતરી આ બાળક રસ્તામાંથી ક્યાંકથી બેઠેલુ છે તથા તેને આગળ ક્યાં જવું તેવી જાણકારી નથી અને માંબાપ વિશે વધુ ઓળખ આપતું નથી તમો સાહેબ કંઈક કરો ? તેમ કહી પોલીસ પાસે મદદની અપેક્ષાએ બસવાળા નાના બાળકને સોંપી સમયસર પેસેન્જરો ઉતારવાના આશયથી નીકળી ગયા હતા.

પોલીસકર્મી દિલાવરસિંહ, રોહિત કુમાર, ઈલિયાસ ખાન, અનિશખાન વિગેરેએ બાળક વતનથી માબાપથી દૂર અજાણ્યા પ્રદેશમાં અજાણ્યા ખાખી કપડાધારી માણસો વચ્ચે આવી જતા પોલીસ સ્ટાફે હુંફ અને પ્રેમ આપી વિશ્વાસમાં લઈ માતાપિતા અને ગામ અંગેની માહિતી મેળવી તેના માતાપિતાને સિરોહીથી બોલાવવામાં આવ્યા. બાળક રાહુલ વિશાલરામ હીરાગર (રહે. સગોલીયા સિરોહી રાજસ્થાન) પિતા સાથે સિરોહી બસ સ્ટેન્ડ ઉપર આવ્યો હતો તે દરમ્યાન ભૂલથી મુંબઈ જતી બસમાં બેસી ગયો હતો. રાહુલના પિતા તાબડતોબ અમીરગઢ આવી જતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.

અન્ય સમાચારો પણ છે...