તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાંતાના ભેમાળ ગામે શનિવારે એક બાઈક ચાલકને ટ્રકચાલકે ટક્કર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાંતાના ભેમાળ ગામે શનિવારે એક બાઈક ચાલકને ટ્રકચાલકે ટક્કર મારી ટ્રકના ટાયર નીચે કચડ્યો હતો.જેને લઇ બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું.જેથી મૃતકના ભાઈએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દાંતાના ભેમાળ ગામ નજીકથી શનિવારે મંગાભાઇ શંકરભાઇ સેનમાં પોતાનું બાઇક નંબર જીજે 9 એબી 4383 લઇ પસાર થઇ રહ્યા હતા.તે સમયે પાછળથી આવી રહેલા ટ્રક નંબર જીજે 08 ઝેડ 1126 ના ચાલકે પોતાના ટ્રક પૂરઝડપે ચલાવી બાઈક ચાલકને ટક્કર મારતા ચાલક નિચે પડી ગયો અને ટ્રકના ટાયરમાં કચડાઇ જવાથી ગંભીર ઈજાઓ થતાં સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યુ હતું.અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો.

આ અંગે મૃતક મંગાભાઇના ભાઈ મોહનભાઇ શંકરભાઇ સેનમાએ ફરાર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...