તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક સાથે 9 દુકાનના તાળાં તૂટયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરના બસ સ્ટેન્ડ પાછળ આવેલા પથિકાશ્રમની આજુબાજુ બુધવારે મોડી રાત્રે 9 દુકાનના તાળા તૂટતા ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે એક પણ દુકાનમાં ચોરી ન થતાં લોકોએ શાંતિ અનુભવી હતી.

પાલનપુરમાં બસ સ્ટેન્ડની પાછળ આવેલા હિન્દુ પથિકશ્રમની આજુબાજુના શોપિંગ સેન્ટરોમાં બુધવારે મોડી રાત્રે પ્રિન્ટિંગ પ્રેસ, ટેલર, કટલરી, જ્યોતિષ, હાર્ડવેર સહિતની 9 જેટલી દુકાનોના તાળા તૂટ્યા હતા. જોકે વેપારીઓએ ગુરુવારે સવારે વહેલા આવી તાળાં તૂટેલાં જોતાં ગભરાઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરતા વેપારીઓને દુકાનમાં જઇ માલ સામાનની ચોરી થઇ હોય તો જોવા જણાવ્યું હતું. જોકે એક પણ દુકાનમાંથી કોઇપણ જાતનો મુદ્દામાલ ચોરી થયો હોવાનું ન જણાતા પોલીસે તેમજ વેપારીએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...