તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાભરના વડપગમાં 8 વર્ષ પહેલાં એક શખસએ એક મહિલાને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાભરના વડપગમાં 8 વર્ષ પહેલાં એક શખસએ એક મહિલાને પોતાની બાથમાં લઇ તેની ઇજ્જત લેવાના ઇરાદે હૂમલો કર્યો હતો. તેમજ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મહિલાએ ભાભર પોલીસ મથકે ગૂનો નોંધાવતાં આ અંગેનો કેસ સોમવારે કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને 18 માસની સાદી કેદની સજા તથા રૂ. 5000 નો દંડ ફટકાર્યો હતો.

ભાભર તાલુકાના વડપગ ગામમાં 23 એપ્રિલ-2011 ના રોજ ગીરીશભાઇ જેતાભાઇ ઠાકોરએ એક મહિલાને પોતાની બાથમાં લઇ તેની ઇજ્જત લેવાના ઇરાદે હૂમલો કર્યો હતો. તેમજ અપશબ્દો બોલી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઇ મહિલાએ ભાભર પોલીસ મથકે ગૂનો નોંધાવ્યો હતો. આ અંગેનો કેસ સોમવારે ભાભરની મે.જ્યુ.મેજી. ફ.ક.ની કોર્ટમાં ચાલી જતાં એ.પી.પી. વિજય એ. જોષીની દલીલોને ધ્યાને લઇ ભાભરના મે.જ્યુ.ફ.ક. એ.આર. સોનીએ ગીરીશભાઇ જેતાભાઇ ઠાકોરને ગુનેગાર ઠરાવી 18 માસની સાદી કેદની સજા તથા રૂ. 5000 નો દંડ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...