તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણમાં 6 કલાકમાં 7 ઇંચ સાંબેલાધાર વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોશીનામાં 3, સરસ્વતી-વિસનગરમાં અઢી, ઊંઝા-ઇડર-વડાલીમાં બે, સિદ્ધપુર-ડીસામાં પોણા બે ઈંચ વરસ્યો
ભાસ્કર ન્યૂઝ | મહેસાણા, પાલનપુર ટીમ

ડીસામાં શુક્રવારે રાત્રે એક કલાકમાં પોણા બે ઈંચ વરસાદ ખાબકતા મુખ્ય માર્ગો તેમજ સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. ભાભરમાં શનિવાર સાંજે 2 કલાકમાં 31 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમીરગઢમાં 28, દાંતામાં 26, દાંતીવાડામાં 22 અને પાલનપુરમાં 7 મીમી વરસાદ,કાંકરેજ પંથકના થરા અને કંબોઇ તેમજ દિયોદરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.

ડીસામાં શુક્રવારે રાત્રે 1 કલાકમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી મુખ્ય માર્ગો તેમજ સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. જોકે ડીસામાં નવરાત્રીની પુરજોરમાં તૈયારીઓ આરંભી દીધી છે. પરંતુ વરસાદને લઈ સંચાલકો ચિંતામાં મુકાયા છે. શહેરના શુભમ પાર્ટી પ્લોટમાં વરસાદના કારણે પ્રથમ નવરાત્રી રદ કરવામાં આવી છે. જ્યારે વંદના સેલીબ્રેશનમાં પણ અંદાજીત બે દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું નથી. જ્યારે શુક્રવારે સવારે 7 થી રાત્રીના 10 સુધીમાં અમીરગઢમાં 28 મીમી વરસાદ પડતાં રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. તેમજ દાંતામાં 26મીમી વરસાદ પડતાં અંબાજીની બજારોમાં પાણી ભરાયા હતા. જ્યારે દાંતીવાડામાં 22 મીમી વરસાદ પડતાં ઠંડક પ્રસરતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી અને પાલનપુરમાં 7 મીમી વરસાદ પડ્યો હતો. વરસાદને લઇ ખેડૂતોના ઉભા પાકમાં નુકસાન થવા પામ્યું છે.

આનંદ સરોવરનું પાણી આસપાસની સોસાયટીમાં ફરી વળ્યું, ભદ્ર વિસ્તારના બે પરા પાણીમાં ગરકાવ
ચાણસ્મામાં દોઢ ઇંચ, ખેરાલુ, મહેસાણા, વડનગર, અમીરગઢ, દાંતા, દાંતીવાડા, ખેડબ્રહ્મા અને પ્રાંતિજમાં એક-એક ઇંચ નોંધાયો
પાલનપુરમાં ગરબાનું પાર્કિંગ પાણીમાં ગરકાવ
પાલનપુર | પાલનપુર આબુ હાઈવે ઉપર નવરાત્રીના કોમર્શિયલ આયોજન થયા છે. જેમાં એક સ્થળે પાર્કિંગના મેદાનમાં પાણી ભરાઈ જતા આયોજકો દ્વિધામાં મુકાઈ ગયા છે. જેથી અહી પાર્ક થનાર 500થી વધુ નાના મોટા વાહનો અન્યત્ર પાર્ક કરવા જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ઉ.ગુ.માં આજે પણ ભારે વરસાદ પડી શકે છે
સૌરાષ્ટ્ર અને કચ્છ પર સર્જાયેલ અપર એર સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે રવિવાર અને સોમવારે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા તથા પાટણમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે મંગળવારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

અન્ય સમાચારો પણ છે...