Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાભર ST ડેપોમાં બસમાંથી 50 લિટર ડીઝલ ચોરાયું
પાલનપુર |ભાભરના એસટી ડેપોમાં ઉભેલી બસમાંથી રાત્રી દરમિયાન ચોરોએ 50 લીટર જેટલું ડીઝલ ચોરી જતાં ડ્રાયવરે ભાભર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ડ્રાયવર તરીકે નોકરી કરતાં વાઘાભાઇ ભગવાનભાઇ ચાવડા બસ(જીજે-18-ઝેડ-2323) લઈને ભાભરથી-પાલનપુર આવ્યા હતા.ત્યારબાદ રાત્રે 9 વાગ્યે ભાભર નાઇટ હોલ્ટ હોવાથી બસ પરત ભાભર લઇને ગયા હતા.એસટી ડેપોમાં બસ પાર્કિંગમાં મૂકી રાત્રી દરમિયાન કન્ડક્ટર અને ડ્રાઇવર સૂઈ ગયા હતા.સવારે પાલનપુર રૂટ પ્રમાણે જવાનુ હોવાથી બસ ચેક કરતા બસની જમણી બાજુ ડીઝલ ટાંકીનું ઢાંકણું ખુલ્લું હતું.અને તેમાંથી 50 લીટર જેટલું ડીઝલ ઓછું થયેલું જણાવ્યું હતું.તેમજ બસથી થોડાક દૂર પ્લાસ્ટિકની પાઈપના બે ટુકડા પડેલાં હતાં. જે અંગે તેમણે પ્રથમ દિયોદર એસટી ડેપોના મેનેજર મોહનભાઇ મેવાડાને જાણ કરી હતી.ત્યારબાદ ભાભર પોલીસ મથકે ડીઝલ ચોરનારા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.