બનાસકાંઠા જિલ્લાના 30 યુવાનોને દેશના સંરક્ષણ વિભાગમાં સામેલ સેના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના 30 યુવાનોને દેશના સંરક્ષણ વિભાગમાં સામેલ સેના સહિત સુરક્ષા વિભાગમાં તૈનાત કરાવવા જિલ્લા રોજગાર વિભાગ 30 દિવસની તાલીમ આપશે. જેમાં ઉમેદવારોની રહેવા જમવા અને તાલીમ માટે તમામ વ્યવસ્થા પૂરી પડાશે આ માટે ટુંક સમયમાં તાલીમનું સ્થળ જાહેર કરાશે તેમ રોજગાર વિભાગે જણાવ્યું હતું.

પાલનપુર ખાતે આવેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા લશ્કરી,અર્ધ લશ્કરી, પોલીસ ફોર્સ તથા સિક્યુરીટી ગાર્ડમાં જોડાવવા ઇચ્છતા ઉમેદવારો માટે ભરતી પૂર્વેનો એક માસનો વિનામૂલ્યે નિવાસી તાલીમ વર્ગ આગામી જૂન મહિનાથી શરૂ કરવામાં આવનાર છે. 30દિવસ સુધી ચાલનારા આ તાલીમ વર્ગ અંતર્ગત 30 ઉમેદવારોને રહેવા,જમવાની, થીયરીના અભ્યાસ માટે વર્ગખંડ અને શારીરિક તાલીમ અંતર્ગત દોડ માટેનું મેદાન હોય તેવી શૈક્ષણિક સંસ્થામાં વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે. જેને લઈ 20 મેં સુધીમાં આ મામલે શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી છે. આ અંગેની વિગતો આપતા જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું હતું કે \\\" બનાસકાંઠા જિલ્લામાં તાલીમમાં પ્રવેશ માટેની કામગીરી મૂલ્યાંકનના આધારે કરવામાં આવશે. આ અંગેની તમામ કામગીરી માટે સંસ્થાઓ પાસેથી દરખાસ્તો મંગાવાઇ રહી છે.\\\"

અન્ય સમાચારો પણ છે...