તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેલરે લક્ઝરીને ટક્કર મારતાં 2નાં મોત,10 ઘાયલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધાનેરાના સામરવાડા ગામ પાસે શનિવારે સવારે પોણા ચાર વાગે સુરતથી બાડમેર જઇ રહેલી લક્ઝરી બસ અને ધાનેરાથી ડીસા તરફ આવી રહેલા ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે, તો 10થી વધુ લોકોને નાની મોટી ઈજા થઇ છે. બસમાં સવાર પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ અજાણ્યા ભારે વાહનનું પડખું અડી જતા લક્ઝરી બસ ડ્રાઇવર સાઇડથી આખી ચીરાઇ ગઇ હતી. જેના લીધે ડ્રાઇવરે સંતુલન ગુમાવતા બસ રોડ સાઇડથી નીચે ઉતરી ગઈ હતી.

રાજસ્થાનના બાડમેરની ચૌધરી ટ્રાવેલ્સ શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે નવસારીથી ઉપડી હતી અને શનિવારે વહેલી સવારે ચાર વાગ્યે ધાનેરાના સામરવાડા ગામ પાસેના જય ગોગા ટોબેકો ગોડાઉન પાસેથી પસાર થઇ રહી હતી. તે વખતે સામે ધાનેરા તરફથી પૂરઝડપે ટ્રેલરએ લક્ઝરી બસને ડ્રાઇવર સાઇડની ધડાકાભેર ટક્કર મારતા લકઝરી બસનો એક તરફનો આખો પડખો ચિરાઇ ગયો હતો અને અચાનક લાગેલી ટકકરથી બસ રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી. અકસ્માત સર્જાતા જ બસમાં મુસાફરોએ ભારે રોકકળ અને ચીચીયારી મચાવી હતી. અનેક લોકોને હાથ, પગ અને માથાના ભાગે ઇજાઓ થઈ હતી. ડ્રાઇવર ખેમારામ ભાર્ગવ બસની ડ્રાયવર કેબીનમાં ફસાઈ જતા જેસીબીની મદદ લેવાઈ હતી અને બસનું ડ્રાઇવરનું કેબીન તોડી 3 કલાકની ભારે જહેમત બાદ જીવતો બહાર કાઢવામાં આવ્યા હતા. ઉપરાંત લક્ઝરી બસમાં બેઠેલા વિરધારામ ખરથારામ સુથાર (રહે.ડાબલી સરા જી.બાડમેર)નું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. દરમિયાન ઘાયલોને 108 એમ્બ્યુલન્સ વાનમાં ધાનેરાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં લાવવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન પદ્મારામ અબસારામ સુથાર (રહે.બહેરડી,તા.ફતેગઢ,જીલ્લો-જેસલમેર)નું ડીસાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય લોકોને ધાનેરાની સરકારી હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપી દેવાઈ હતી.

લકઝરી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા
શનિવારે વહેલી સવારે ટ્રેલરએ લકઝરી બસને ટક્કર મારતાં લકઝરીમાં ફસાયેલા લોકોને બહાર કઢવામાં આવ્યા હતા. ઘાયલોને 108 એમ્બ્યુલન્સ વાનમાં ધાનેરાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં લાવવામાં આવ્યા હતા.

લકઝરી બસનો એક સાઇડનો ભાગ ચિરાઇ ગયો
લક્ઝરીના કેબિનમાં ફસાયેલ ચાલકને બહાર કાઢવા જહેમત
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો