તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1271 જવાનોને ઇલેક્ટ્રોનિક પોસ્ટલ બેલેટ દ્વારા ઓનલાઇન પીડીએફ ફાઈલ મોકલાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારત-પાક સરહદ પર ફરજ બજાવતા 1271 જવાનો ઇલેક્ટ્રોનિક પોસ્ટલ બેલેટ સિસ્ટમ દ્વારા પોતાનો વોટ આપી ફોર્મ ત્વરીત રવાના કરશે. ગત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વાર આ સિસ્ટમનો ઉપયોગ કરાયો હતો પરંતુ ધારી સફળતા મળી ન હતી. આ વખતે આગોતરા આયોજનથી પૂરેપૂરું વોટિંગ થશે તેવી આશા ચૂંટણી પંચે આશા વ્યક્ત કરી છે.

ઇલેક્ટ્રોનિક પોસ્ટલ બેલેટ સીસ્ટમ દ્વારા બનાસકાંઠાની ભારત પાકિસ્તાન સરહદ પર ફરજ બજાવતા ભારતીય સેનાના જવાનોને મંગળવારે જિલ્લા કલેકટર અને ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં ઓનલાઈન ફાઈલ મોકલાવી હતી. ફાઇલમાં બેલેટ પેપરની કોપી હતી. સેનાના અધિકારી અને જવાન તેની પ્રિન્ટ કાઢી ઉમેદવારને વોટ આપી સીલબંધ કવરમાં ચૂંટણીપંચને પરત પાલનપુર મોકલશે.

ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું કે અગાઉ પોસ્ટલ બેલેટ સીલબંધ કવરમાં સેનાના જવાનોને મોકલવામાં આવતા હતા પરંતુ હવેથી ઇલેક્ટ્રોનિક પોસ્ટલ બેલેટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સીસ્ટમના લીધે બીએસએફ, આઈએસએફ, આર્મીના જવાન અને આર્મ્ડ પોલીસ ફોર્સ ઓનલાઈન મોકલાવેલી ફાઈલ વેબસાઇટ પરથી પોતાના યુનિક કોડ નંબર પરથી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી અને જેતે ઉમેદવારને વોટ આપશે અને સીલબંધ કવર ચૂંટણી પંચની પાલનપુર કચેરીએ મોકલી આપશે.

અન્ય સમાચારો પણ છે...