તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમાં 127 કોમ્યુનિટી હેલ્થ ઓફિસરને નિમણૂંકપત્રો અપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી પાલનપુર ખાતે શનિવારે કોમ્યુનીટી હેલ્થ ઓફીસરની સ્થળ પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 109 ઉમેદવારોને નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા.

ઉમેદવારોને સ્થળ પસંદગી માટે પાલનપુરની જિલ્લા આરોગ્ય કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં 109 નવા ઉમેદવારોને નિમણુંકો અપાઇ હતી. જ્યારે 18 જુના ઉમેદવારોને સ્થળ પસંદગી આપવામાં આવી હતી. આ અંગે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી મનીષકુમાર ફેન્સીએ જણાવ્યું હતું કે, ‘બહારના જિલ્લામાંથી આવેલા 109 નવા અને 18 જુના મળીને કુલ 127 ઉમેદવારોને સ્થળ પસંદગી બાદ ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ નિમણૂંકોના કારણે હવે જિલ્લામાં પ્રજા જનોના આરોગ્યલક્ષી સેવાઓમાં ત્વરિતતા આવશે.

અન્ય સમાચારો પણ છે...