પાલનપુર: વડગામમાં રાવલ સમાજના યુવકે પોતાના પિતાના અવસાન બાદ પિતાની ઇચ્છા મુજબ ચક્ષુદાન કર્યું હતું. જેને લઇ જે વ્યક્તિ દેખતો નથી તેને આંખો મળશે અને તે વ્યક્તિ સંસાર દેખતો થશે. આમ ચક્ષુદાન મહાદાન કહેવાય છે તે સૂત્ર આ વડગામના યુવકે સાર્થક કરી બતાવ્યું છે.
વડગામના કૌશિકભાઇ મહેન્દ્રભાઇ રાવલ જેઓ ગાયત્રી પરિવારના સદ્દભાવના ગૃપ સાથે જોડાયેલા છે. તેમના પિતા મહેન્દ્રભાઇ શાંતિલાલ રાવલનું શુક્રવારના રોજ અવસાન થયું હતું. પિતાની ઇચ્છા મુજબ તેમણે તેમના પિતાની આંખોનું દાન કર્યું હતું. જેમાં પાલનપુર જિલ્લા અંધત્વ નિયંત્રણ સમિતિને જાણ કરવા આઇ ડોનેશન કાઉન્સીલર જયશ્રીબેન તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર-વડગામના સીની. ઓપ્ટો. સી.એ. ભાટી દ્વારા ચક્ષુઓ લઇ અમદાવાદ સિવિલ ખાતે મોકલાવાઇ છે. આ અંગે કૌશિકભાઇ જણાવ્યું હતું કે, ‘સદ્દભાવના ગૃપમાં અમે 50 જેટલા મિત્રોછીએ.
જેઓ કોઇ પણ રીતે લોકોને મદદ થવાનો સંકલ્પ કર્યો છે. જેમાં અગાઉ અમારા બે મિત્રો દ્વારા પોતાના પિતાના અવસાન બાદ ચક્ષુદાન અને સ્ટેન્ડનું દાન કરેલ છે. ત્યારે મેં પણ મારા પિતાનું ચક્ષુદાન કરેલ છે. માણસ મર્યા પછી તેના અંગો કઇ કામના ન હોવાથી તેને દાન કરવા જોઇએ. આ ઉપરથી લોકો પ્રેરણા લઇ મૃત માણસોના અન્ય અંગો જેવા કે આંખો, કિડનીનું દાન કરવું જોઇએ જેથી કોઇ અન્ય વ્યક્તિને જીવન મળે. આમ આ ચક્ષુદાનથી બે અંધ વ્યક્તિઓને દ્દષ્ટિ મળશે.’