Home » Uttar Gujarat » Latest News » Palanpur » yellow alert will remain still up to 40 degrees in uttar gujarat

ઉ.ગુ.માં યલો એલર્ટ યથાવત હજુ તાપમાન 40 ડિગ્રી સુધી રહશે

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 01:07 AM

છેલ્લા ચાર દિવસ ઉપરાંતથી હિટ વેવની સ્થિતિ સર્જાતા જનજીવન ત્રાહિમામ્ પોકારી ઉઠ્યું છે

  • yellow alert will remain still up to 40 degrees in uttar gujarat

    ડીસા: બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસ ઉપરાંતથી હિટ વેવની સ્થિતિ સર્જાતા જનજીવન ત્રાહિમામ્ પોકારી ઉઠ્યું છે. ગરમીનો પારો 42.9 ડિગ્રીને પણ આંબી ગયું હતું. પરિણામે અંગ દઝાડતી ગરમીના કારણે બપોરે બજારના માર્ગો સુમસામ ભાસી રહ્યા હતા.

    ડીસામાં ઓધેડને ચક્કર આવી જતાં પડી ગયા


    શનિવારે ગરમીનો પારો 41.0 ડિગ્રી નોંધાયો હતો. ત્યારે હજુ આગામી બે દિવસ સુધી ગરમી 40 ડિગ્રી કરતા વધારે રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. કાળઝાળ ગરમીની અસરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ચુક્યું છે. ડીસામાં શુક્રવારે હાઇવે પર એક આધેડ વ્યક્તિને ગરમીના કારણે ચક્કર આવી જતા તે પડી ગયા હતા. બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બાદમાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ