તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ-અંબાજી હાઈવે હડાદ પાસે બ્લોક કર્યો, દંપતી મોતનો ભેદ ન ઉકેલાતા પરિજનોનું પગલું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર:  હડાદ પરથી પસાર થતાં અમદાવાદ અંબાજી હાઈવે બ્લોક કરવાની પત્રિકા ફરતી થઈ હતી. તે પત્રિકાને પગલે પોલીસે પહેલાથી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ત્યારે મૃત્યુ પામનાર મહિલાના પરિવારજનોએ હાઈવે બ્લોક કર્યો હતો અને વાહનવ્યવહાર ખોરંભ્યો હતો. જો કે પોલીસની દરમિયાનગીરી કરીને તેમને હાઈવે પરથી હટાવીને વાહનવ્યવહાર પૂર્વવંત કરાયો હતો. એક માસ અગાઉ હડાદ નજીક તોરણીયા ગામની સીમમાં દંપતીની નિર્વસ્ત્ર હાલતમાં લટકતી લાશ મળી હતી. જેનો ભેદ ન ઉકેલાતાં મહિલાના પરિવારજનો ન્યાયની માંગ સાથે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.  


પોલીસે ભીનું સંકેલ્યાનો આક્ષેપ


પોલીસે સમાજના આગેવાનોને જાણ કર્યા વિના પોસ્ટમોર્ટમ કરાવી ભીનું સંકેલી લીધું હોવાના આક્ષેપો કરીને આંદોલન કરવાની ચીમકી આપી સોશિયલ મીડિયામાં ફરતી થયેલી પત્રિકામાં 26 ઓગસ્ટના રોજ કેસરપુરાની દીકરી જુલાબેન અને તેના પતિ ફતાભાઈ બેગડિયાની હત્યા કરાયેલી લાશ લટકાવેલી હાલતમાં મળી આવી હતી. સ્થાનિક પોલીસે સમાજના આગેવાનોને જાણ કર્યા વિના પોસ્ટમોર્ટમ કરાવી ભીનું સંકેલી લીધું હોવાના આક્ષેપ કરાયા છે.


પત્રિકાને લઈ ચુસ્ત બંદોબસ્ત

 
9 સપ્ટેમ્બરના રોજ હડાદ પોલીસ સ્ટેશનમાં ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં નાયબ પોલીસ અધિક્ષકને રજૂઆત કરી આરોપીને ઝડપી પાડવા એલ.સી.બીને તપાસ સોંપવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી આરોપીઓ ઝડપાયા નથી જેથી ન્યાય ન મળતા રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. 7/10-2018 ન રોજ હડાદ અંબાજી હાઈવે બ્લોક કરવાની ચીમકી આપી હતી.  પત્રીકાને લઈ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

 

માહિતી અને તસવીરો: જીતેન્દ્ર પઢીયાર, પાલનપુર