તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાખણીના ગેળા ગામે શિક્ષકની બદલીનું આશ્વાસન આપતાં શાળાનું તાળું ખોલાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાખણી: લાખણી તાલુકાના ગેળા ગામે આવેલી ખોડીખાદરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ભરત ચૌધરી નામના શિક્ષકના અભદ્ર વ્યવહારના કારણે શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને 2016થી આ શિક્ષકની બદલી કરવા ગ્રામજનો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન મળતાં આખરે કંટાળેલા વાલીઓએ બુધવારે શાળાને તાળાબંધી કરી હતી અને સતત 2  દિવસ શાળાને તાળાબંધી રહેતાં વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યથી વંચિત રહ્યા હતા. શુક્રવારે જિલ્લા શિક્ષણઅધિકારીએ શાળાની મુલાકાત લઇ શિક્ષકની બદલીનું આશ્વાસન આપતા શાળાનું તાળું ખોલી દેવામાં આવ્યુ હતુ.


તાળાબંધીના ત્રીજા દિવસે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.દિપક દરજી રૂબરૂ મુલાકાત લેવા આવ્યા હતા.  તેમણે શાળામાં જઈને વાલીઓનો અભિપ્રાય મેળવ્યો હતો. ત્યારે વાલીઓએ એક વાત કરી કે જો આ શિક્ષકની બદલી કરવામાં આવશે તો જ શાળામાં પોતાના બાળકોને અભ્યાસ માટે મુકીશું નહિતર અમે બીજી બહારની શાળામાં અભ્યાસ કરાવીશું. આ શિક્ષક છે ત્યાં સુધી શાળામાં તાળા જ રહેશે.  ત્યારે વાલીઓનો અભિપ્રાય લીધા બાદ શાળામાં ફરજ બજાવતા વિવાદાસ્પદ શિક્ષકની ટૂંક સમયમાં બદલી થઈ જશે તેવું આશ્વાસન આપતાં શાળાની તાળાબંધી દૂર કરી હતી.  બાળકોને શાળામાં મુક્યા ન હતા સોમવાર સુધીમાં આ શિક્ષકની બદલી કરાશે તેવું કહેતાં હાલના તબક્કે શાળાના મુખ્ય ગેટ ઉપર લગાવેલ તાળું ખોલી દેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...