જાત મહેનત જિંદાબાદ : ખેડૂતોએ સ્વબળે કેનાલ સાફ કરી

સોનેથ અને મોરવાડા માઇનોર કેનાલમાં માટી ભરાયેલ હતી તંત્ર પાસે 6 માસનો સમય હોવા છતાં સફાઇ કરાતી ન હતી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 03:42 AM
વહીવટી તંત્ર દ્વારા કેનાલોની સફાઇ ન કરાતાં સોનેથ અને મોરવાડાના ખેડૂતોએ જાતે જ કેનાલ સાફ કરી હતી.
વહીવટી તંત્ર દ્વારા કેનાલોની સફાઇ ન કરાતાં સોનેથ અને મોરવાડાના ખેડૂતોએ જાતે જ કેનાલ સાફ કરી હતી.

પાલનપુરઃ સરહદી સૂઇગામ તાલુકામાં એક બાજુ કેનાલોમાં પાણી છોડાતાં જ હલકી કેનાલો છાશવારે તૂટી જાય છે ત્યાં નર્મદા વિભાગની બેદરકારીના કારણે કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી સોનેથ માઇનોર અને મોરવાડા માઇનોર કેનાલોની સફાઇ કરાતી ન હોઇ આખરે બળતા પાકને બચાવવા ખેડૂતોએ સહિયારા પ્રયત્નથી બન્ને કેનાલો જાતે જ સફાઇ કરતાં નર્મદા વિભાગ સામે ખેડૂતોમાં રોષ ફેલાયો છે.


નર્મદા વિભાગે કોઈ પણ પ્રકારની કામગીરી ન કરતાં ખેડૂતોમાં રોષ

ગત માર્ચ માસમાં કેનાલોમાં પાણી બંધ કર્યા બાદ નર્મદા વિભાગ દ્વારા તૂટેલી કેનાલોનું મરામત અને સફાઇ કરવા માટે 5 માસનો સમયગાળો હોવા છતાં નર્મદા વિભાગે કોઈ પણ પ્રકારની કામગીરી ન કરતાં સોનેથ અને મોરવાડાના ખેડૂતોએ બે અલગ-અલગ માઇનોર કેનાલોમાં જાતે જ કેનાલોની સફાઇ કરવાની નોબત આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.


ખેડૂતોએ કચ્છ બ્રાન્ચમાંથી નીકળતી રામપુરા અને ધરેચાણા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં સફાઇ કરી

કચ્છ બ્રાન્ચમાંથી નીકળતી રામપુરા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલની સોનેથ માઇનોર કેનાલમાં ખુબ જ માટી જામી ગયેલ હતી. અને સાઇડોમાં ઝાડી ઝાંખરા હોઇ ખેડૂતોએ બે દિવસ મહેનત કરી કેનાલની માટી ની સફાઈ કરી હતી. જ્યારે મોરવાડાના ખેડૂતોએ પણ કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી ધરેચાણા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલની મોરવાડા 1 કેનાલમાં કેટલાય સમયથી ભરાઈ પડેલી માટી જાત મહેનતથી ખેડૂતોએ ભેગા મળી કેનાલની સફાઇ કરી હતી.

કેનાલોમાં પાણી છોડાય તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે

કેનાલોની સફાઇ, મરામત માટે નર્મદા વિભાગને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પણ ભ્રષ્ટાચારમાં ડૂબેલા નર્મદાના અધિકારીઓ કાગળ પર બતાવીને સરકારી નાણાંનો દુર્વ્યય કરી રહ્યા છે. એક બાજુ ખેડૂતો મહામુલા પાક બચાવવા અને પશુઓ માટે ઘાસચારા માટે પાણીના એક-એક ટીંપા માટે પરસેવો પાડી જાત મહેનત કરી રહ્યા છે. ત્યારે સત્વરે કેનાલોમાં પાણી છોડાય તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે. કેનાલોની ખેડૂતો દ્વારા સફાઈ કરવાની બાબતને લઇ આ અંગે સરકારના જવાબદાર વિભાગ દ્વારા તપાસ કરાય તેવી માંગ છે.

X
વહીવટી તંત્ર દ્વારા કેનાલોની સફાઇ ન કરાતાં સોનેથ અને મોરવાડાના ખેડૂતોએ જાતે જ કેનાલ સાફ કરી હતી.વહીવટી તંત્ર દ્વારા કેનાલોની સફાઇ ન કરાતાં સોનેથ અને મોરવાડાના ખેડૂતોએ જાતે જ કેનાલ સાફ કરી હતી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App