ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Uttar Gujarat » Latest News » Banaskantha» The farmer of Gujarat earns Rs 10 lakh per month for animal husbandry

  ગુજરાતના આ ગામનો ખેડૂત પશુપાલન કરી મહિને કરે છે 10 લાખની કમાણી

  Bhaskar News, Dhantiwada | Last Modified - Apr 02, 2018, 12:30 AM IST

  સાત ગાયથી શરૂઆત, આજે 150 ગાયોથી હર્યોભર્યો તબલો કાર્યરત છે
  • ગુજરાતના આ ગામનો ખેડૂત પશુપાલન કરી મહિને કરે છે 10 લાખની કમાણી
   ગુજરાતના આ ગામનો ખેડૂત પશુપાલન કરી મહિને કરે છે 10 લાખની કમાણી

   દાંતીવાડા: બનાસકાંઠાનું ડાંગીયા ગામ દૂધ ઉત્પાદન માટે જાણીતું બન્યું છે. ગામના જોષી પરિવારના દ્વારા મોટા પ્રમાણમાં પશુપાલન કરવામાં આવ્યું છે. જેના કારણે આ પરિવાર મહીને 10 લાખ થી વધુની આવક મેળવી રહ્યો છે. આ પરિવારના ત્રણે ભાઈઓને કોઈ નોકરી કે વ્યવસાય નથી. તેઓ માત્ર પશુપાલનના વ્યવસાય સાથે જોડાઈ કરી રહ્યા છે લાખોની કમાણી. ડાંગીયા ગામનો જોષી પરિવાર ખેતી સાથે સંકળાયેલો હતો. પાંચ વર્ષ અગાઉ ખેતી સાથે તેઓ સાત દુધાળા પશુ રાખતા હતા. પરંતુ જીલ્લામાં આવેલી બનાસ ડેરીના સહયોગ અને દૂધમાં થતી મબલખ આવકને લઈ આ પરિવાર દ્વારા દુધાળા પશુઓની સંખ્યા વધારવામાં આવી.


   એક બે નહી પરંતુ આજે આ જોષી પરિવારપાસે 150 થી વધુ દુધાળા પશુઓ છે. પશુઓ માટે ખાસ અત્યાધુનિક તબેલો બનાવવામાં આવ્યો છે. ખાસ પંજાબ થી ગાયો લાવી દૂધની સંખ્યા વધારવામાં આવી છે. આ જોષી પરિવારમાં કુલ ત્રણ ભાઈઓ છે. જ્યાર થી દૂધમાં આવક શરૂ થઇ છે ત્યારથી આ ત્રણે ભાઈઓ માત્ર પશુપાલન જ કરે છે. તેઓ ખેતરમાં કોઈ પાક પણ વાવતા નથી. માત્ર પશુઓ માટે ધાસ ઉગાડવામાં આવે છે. 150 કરતાં વધારે દુધાળા પશુઓ હોવાથી દરરોજ એક હજાર લીટર થી વધુ દૂધ તેઓ મંડળીમાં ભરાવે છે. જેથી આ દૂધમાંથી દર મહીને 10 થી 12 લાખ ની મહિનાની આવક જોષી પરિવાર મેળવી રહ્યો છે.


   દૂધ મંડળી મંત્રી મહેબુબ ઘાસુરા જણાવ્યુ કે, ડાંગીયા ગામનો આ જોષી પરિવાર આજે એકતાનું પ્રતિક બન્યો છે. ત્રણે ભાઇઓ આજે પણ સાથે જીવન જીવી રહ્યા છે. ત્રણે ભાઇઓની સહિયારી મહેનતથી આજે તેઓ મહિને 10 લાખથી વધુનો પગાર મેળવી રહ્યા છે.


   પશુપાલનથી સમાજમાં સારી ઓળખ ઉભી થઇ


   પશુપાલક વિષ્ણુભાઇ જોષી કહ્યું કે, દૂધમાંથી સારી આવક મેળવીએ છીએ, દૂધ વધુ મળે તે માટે માત્ર પશુપાલન જ કરીએ છીએ. પશુપાલન કરવાથી ગામમાં અને સમાજમાં સારી એવી ઓળખ ઉભી થઇ છે. ઘણા બધા લોકો અમારો પશુપાલન વ્યવસાય જોવા આવે છે અને તેમાંથી પ્રેરણા પણ લે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The farmer of Gujarat earns Rs 10 lakh per month for animal husbandry
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Uttar gujarat

  Trending

  Top
  `