સૂઇગામના પોલીસકર્મીનો દારૂડિયાને છોડવા માટે 5 હજારની લાંચ માંગતો વીડિયો વાયરલ

divyabhaskar.com

Sep 09, 2018, 06:40 PM IST
Suigam police constable demand 5 thousand bribe to free drunk man, video viral

પાલનપુરઃ તાજેતરમાં સૂઇગામ પોલીસ દ્વારા દારૂ પીધેલા એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આ દારૂડીયાને છોડાવવા માટે પોલીસ કોન્સ્ટેબલનો પાંચ હજાર રૂપિયાની લાંચ માંગતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

PSIએ કોન્સ્ટેબલને મળવાનું કહ્યું

આ અંગે વિગતે વાત કરીએ તો સુઇગામ પોલીસે ઝડપેલા દારૂડીયાના સગા સંબંધી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જોકે આ મામલે પીએસઆઇએ કોન્સ્ટેબલને મળવાનું કહ્યું હતું અને રૂપિયા નહીં આપો તો જેલ ભેગા કરી દેવાની ધમકી આપી હતી. કોન્સ્ટેબલની આ ધમકીને પગલે આરોપીના સંબંધીએ પોતાના ખિસ્સામાં રહેલા મોબાઇલ દ્વારા વિડિયો રેકોર્ડીંગ ચાલુ કર્યું અને કોન્સ્ટેબલ સાથે આરોપીને છોડાવવા માટે લાંચ આપવાની ડીલ કરી, આ દરમિયાન કોન્સ્ટેબલે આરોપીને છોડવા માટે રૂપિયા 5 હજારની માંગ કરી હતી.

વીડિયો એસીબીને મોકલ્યો

ઓ અંગે રકઝક બાદ રૂપિયા 4 હજાર આપવાની વાત થઇ હતી. જેથી અરજદારે આ વીડિયોની સીડી બનાવી પાલનપુર એસીબી કચેરીએ મોકલી હતી અને આ પ્રકારના લાંચીયા પોલીસ અમલદારો સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

(MLA વસોયા હાર્દિકથી નારાજ, નફ્ફટ સરકાર સામે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ના હોય)

X
Suigam police constable demand 5 thousand bribe to free drunk man, video viral
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી