પાલનપુર: આંતરરાષ્ટ્રીય બજારમાં સ્કીમ મિલ્ક પાવડર (દૂધનો પાવડર)ના ભાવમાં મોટો ઘટાડો થતાં રાજ્યના સહકારી દૂધ સંઘો દૂધના પાવડરને વેચી શકતા ન હતા અને તેના પરિણામે સંઘો પર વ્યાજનું ભારણ વધ્યું હતું. પરિણામે તેનું નુકસાન દૂધ ઉત્પાદકોને થતું હતું. રાજ્ય સરકારે દૂધના પાવડર પર પ્રતિ કિલોએ રૂ. 50ની સહાય જાહેર કરતાં હવે દૂધ સંઘો દૂધનો પાવડર વેચી શકાશે, તેમનો સ્ટોક ઘટાડી શકાશે.
દૂધના પાવડરની નિકાસ માટે રાજ્ય સરકારે પ્રતિ કિલોએ રૂ.50ની સહાયની જાહેરાતને આવકારતા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે ‘દૂધ સંઘો પાસે પડેલા પાવડરના જથ્થાનો નિકાસ કરવામાં હવે સરળતા રહેશે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્કીમ મિલ્ક પાવડર (દૂધનો પાવડર)ના ભાવમાં મોટો ઘટાડો થતાં રાજ્યના સહકારી દૂધ સંઘો દૂધના પાવડરને વેચી શકતા ન હતા અને તેના પરિણામે સંઘો પર વ્યાજનું ભારણ વધ્યું હતું. પરિણામે તેનું નુકસાન દૂધ ઉત્પાદકોને થતું હતું. રાજ્ય સરકારે દૂધના પાવડર પર પ્રતિ કિલોએ રૂ. 50ની સહાય જાહેર કરતાં હવે દૂધ સંઘો દૂધનો પાવડર વેચી શકાશે.
તેમનો સ્ટોક ઘટાડી શકાશે. પરિણામે ડેરીઓની રોકાયેલી રકમ પણ છૂટી થશે અને વ્યાજનું ભારણ ઘટતાં દૂધ સંઘોની આવક પણ વધશે.’ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને અન્ય દૂધ સંઘોના ચેરમેનોએ છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકારને અવાર-નવાર રજૂઆતો કરેલ હતી અને શંકરભાઈ ચૌધરીના વ્યક્તિગત પ્રયાસો અને સૂચનોથી ન્યાયપૂર્ણ પગલું સાકાર થયેલ છે. બનાસકાંઠાના પશુપાલકો અને દૂધ ઉત્પાદકોમાં સરકારના નિર્ણયથી આનંદની લહેર છવાઈ ગઈ છે. (માહિતી: જીતેન્દ્ર પઢિયાર, પાલનપુર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.