છાપરાની બહાર સૂઈ રહેલી યુવતીનું અપહરણ, એક મહિના સુધી દિવસે કામ કરાવ્યું....રાત્રે દુષ્કર્મ

થરાદ તાલુકામાંથી યુવતીનું અપહરણ કરી યુવકે 1 મહિના સુધી દુષ્કર્મ આચર્યું, થરાદ પોલીસ મંથકમાં ફરિયાદ

DivyaBhaskar.com | Updated - Sep 11, 2018, 01:58 PM
Sleeping Girl Kidnapped From Her House, Molested By Men For One Month

થરાદ: થરાદ તાલુકા પંથકના એક ગામની યુવતી તેના માતા-પિતા સાથે અન્ય ગામમાં ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતી હતી તે દરમિયાન બાજુના ખેતરમાં મજૂરી કરતા યુવકે યુવતીનું મધરાત્રીએ અપહરણ કરી એક માસ સુધી સાથે રાખી દુષ્કર્મ આચરતા થરાદ પોલીસ મથકે યુવતીએ યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


થરાદ શહેરની બાજુમાં આવેલા એક ગામની યુવતી તેના માતા- પિતા સાથે ભિલોડા ગામે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરી ગુજરાન ચલાવતી હતી. ત્યારે તેમની બાજુના ખેતરમાં મજૂરી કામ કરતો યુવક નાથાભાઇ મોડાભાઇ દલિત (રહે.દૂધવા) તારીખ 4 ઓગષ્ટ-2018ની રાત્રિએ યુવતી તેના પરિવાર સાથે ખેતરમાં બનાવેલા છાપરાની બહાર સૂતી હતી. ત્યારે આ યુવક ત્યાં આવી યુવતીનું મોઢું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તેનું અપહરણ કરી ફરાર થઇ ગયો હતો અને વિરમગામ નજીક આવેલા ભડાણા ગામે એક તબેલામાં

ઓરડીમાં યુવતીને રાખી દિવસે યુવતી પાસે કામ કરાવતો અને રાત્રે યુવક યુવતી પર દુષ્કર્મ આચરતો હતો.


એક માસ સુધી યુવતી પર આ યુવક દુષ્કર્મ આચરતો રહ્યો હતો. ત્યારે યુવતીના સંબંધીઓ શોધખોળ કરતાં-કરતાં તબેલા નજીક આવતાં યુવતી તેમના સંબંધીઓને જોઇ જતાં ભાગીને સંબંધીઓ પાસે જઇ સઘળી હકીકત કહેતા યુવતીને તેના સંબંધીઓ તેના ઘરે લાવી થરાદ પોલીસ મથકે નાથાભાઇ મોડાભાઇ દલિત (રહે.દૂધવા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

X
Sleeping Girl Kidnapped From Her House, Molested By Men For One Month
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App