બનાસકાંઠામાં 6 અને રાજસ્થાનમાં 11 જણને ઘાયલ કરનાર દીપડાને છોડી મુકાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: બનાસકાંઠાના લાખણી, દિયોદર અને થરાદપંથકમાં હાહાકાર મચાવી સાંચોર થઇને રાજસ્થાનમાં પણ હાહાકાર મચાવનાર દિપડાએ 17 જણને ઘાયલ કર્યા હતા. ત્યારબાદ તેને રાજસ્થાન વનવિભાગના આરએફઓએ ટ્રેન્કયુલાઇઝર ગન વડે બેહોશ કરીને ઝડપી લીધો હતો. દિપડાને ત્રણ દિવસ સુધી રાજસ્થાનના માચિય રેસ્કયુ સેન્ટરમાં ઓબર્જવેશનમાં રખાયો હતો. દરમિયાન રવિવારે વનવિભાગના અધિકારી ડો.શ્રવણસિંહ રાઠોડની નિગરાનીમાં દિપડાને અરવલ્લી જંગલની પહાડી વિસ્તારમાં લવાયો હતો. જ્યાં પાંજરાનો દરવાજો રસ્સા વડે બાંધી ઉપરથી ખેંચી લેવાયો હતો. અને ત્રણ દિવસ સુધી પિંજરામાં કેદ દિપડાએ જંગલ તરફ દોટ મુકી હતી.
અન્ય સમાચારો પણ છે...