તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મડાણા-ગઢ નૂતન ભારતીથી સામઢીની પદયાત્રામાં જાપાન અને ફ્રાન્સનાં છ વિદેશી મહેમાનો જોડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરા: પાલનપુર તાલુકાના મડાણા (ગઢ) ખાતે રવિવારે નૂતન ભારતી અને ફ્રેન્ડ્સ ઓફ ઓલ સંસ્થાના સંયુક્ત નેજા હેઠળ મડાણા-ગઢથી સામઢી નાઢાણીવાસ સુધી અંદાજીત 12 કિલોમીટરની પદયાત્રા તેમજ નૂતન ભારતી મડાણાની સંસ્થાના સંચાલક ડૉ. કનુભાઈ વહોરાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવા સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન સામઢી નાઢાણીવાસના ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. પદયાત્રામાં જાપાન, ફ્રાન્સ અને અમદાવાદથી નૂતન ભારતીમાં પધારેલ મહેમાનો પણ જોડાયા હતા. પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન તેમજ ફ્રાન્સની જૂડો સંસ્થા ઈએસએસએમ (ગ્રેનોબલ-ફ્રાન્સ) ના વિદ્યાર્થીઓ દ્વારા જૂડો કૌશલ્યને રજૂ કરવાનો હતો.

 

સામઢી ગામના લોકો ખૂબ જ બહોળી સંખ્યામાં જોડાયા

 

ડૉ. કનુભાઈ વહોરા સેવા-સન્માન સમારોહ કાર્યક્રમમાં સામઢી ગામના લોકો ખૂબ જ બહોળી સંખ્યામાં જોડાયા હતા. ડો. કનુભાઈ વહોરા, મણીબેન વહોરા, ફ્રેન્ડ્સ ઓફ ઓલ સંસ્થાના ડાયરેક્ટર તેમજ વિશ્વ પદયાત્રી પ્રેમકુમાર, તોમોબેન કવાને જાપાન, ઈએસએસએમ (ગ્રેનોબલ ફ્રાન્સ) સંસ્થાના પ્રોફેસર પેટ્રીસ તેમજ તેમની સાથે જાપાન અને ફ્રાન્સથી પધારેલ જૂડોના તમામ વિદ્યાર્થી ભાઇઓ-બહેનોનું સામઢી નાઢાણીવાસના સરપંચ સવિતાબેન પ્રજાપતિ, તાલુકા પંચાયત સદસ્ય સોલંકી ગેનજીજી, ભૂતપૂર્વ શિક્ષક અને આયોજક જશવંતસિંહ સોલંકી તેમજ ગામના અગ્રગણ્ય આગેવાનો દ્વારા સૂતરની આંટી, શાલ અને વિનોબાજીના ગીતા પ્રવચનો પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંચ સંચાલન નૂતન ભારતીના મદદનીશ શિક્ષક ભાવેશ ચૌધરીએ કર્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...