સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કલેક્ટરની બદલી

બંને જિલ્લાના ડીડીઅોની પણ બદલી કરાઇ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 01:00 AM
Sabarkantha and Aravalli district collectors

પ્રતિકાત્મક તસવીર

હિંમતનગર- મોડાસા: રાજ્ય સરકારે આઈએએસ કેડરના અધિકારીઓની સામુહિક બદલીને લઇ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સ્વરૂપ પી.ની બદલી મેનેજિંગ ડેરેક્ટર યુજીવીસીએલ મહેસાણા ખાતે કરાઇ છે. જેમના સ્થાને ગાંધીનગર મ્યુનિ.ના ડિરેક્ટર પ્રવિના ડી.કે.ની સાબરકાંઠા કલેક્ટર તરીકે નિયુક્તિ કરાઇ હતી. જ્યારે અરવલ્લીના ટીડીઓ હર્ષ વ્યાસના સ્થાને અરવલ્લીના ડીડીઓ શ્રુતિ ચરણની સાબરકાંઠા ટીડીઓ તરીકે નિયુક્તિ કરાઇ હતી. જ્યારે અરવલ્લીના કલેક્ટર તરીકે ફરજ બજાવતાં શાલિની અગ્રવાલની વડોદરા કલેક્ટર તરીકે બદલી કરવામમાં આવે છે.

બંને જિલ્લાના ડીડીઅોની પણ બદલી કરાઇ


જ્યારે અરવલ્લી કલેક્ટર તરીકે 2009ની બેંચના આઇએએસ નાગરાજનની નિમણૂ઼ંક કરવામાં આવી છે. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી શ્રુતિ ચારણની પણ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી હોવાના આદેશ અેડિશનલ સેક્રેટરી અશોક દવે દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તેમની જગ્યાએ હર્ષિત પી. ગોસાઇની અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂ઼ક કરવામાં આવી છે.

X
Sabarkantha and Aravalli district collectors
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App