ડીસાના માલગઢના બટાકાના વેપારીનો દવા પી આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા: ડીસાના માલગઢ ખાતે રહેતા એક બટાકાના વેપારીએ રાજસ્થાનના શિરોહી જિલ્લાના કરેટી ગામની એક હોટલમાં આત્મહત્યા કરતા ચકચાર મચી હતી. મૃતક વેપારીએ બટાકામાં દેવું થતા આત્મહત્યા કરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.રાજસ્થાનના રહેવર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બટાકા નગરી ડીસામાં છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતથી બટાકામાં મહા મંદી ચાલી રહી છે જેના કારણે અનેક વેપારીઓ અને ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાના બનાવ પ્રકાશમાં આવ્યા છે.ત્યારે ડીસાના માલગઢ પરબડી ગામ ખાતે રહેતા તુલસીદાસ હકમાજી માળી છેલ્લા ઘણા વર્ષોથી બટાકાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.જેઓ સોમવારે કોઈ કારણોસર રાજસ્થાન ગયા હતા.

 

દેવું થઈ જતાં  આત્મહત્યા કરી હોવાની ચર્ચા

 

બાદમાં સોમવારની મોડી સાંજે રાજસ્થાનના શિરોહી જિલ્લાની રહેવર તાલુકાના કરેટી ગામની એક હોટલમાંથી કોઈ પ્રવાહી પીને આત્મહત્યા કરેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. પરિવારને જાણ થતા પરિવાર તત્કાલ રાજસ્થાન દોડી ગયા હતા. જોકે આ બાબતે પરિવાર કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.ડીસામાં કોલ્ડસ્ટોરેજ ધરાવતા  આ વેપારીએ બટાકામાં દેવું થતા આત્મહત્યા કરી હોવાનુ઼ પણ ચર્ચાઈ રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...