વિરોધ / અલ્પેશ ઠાકોરના મતવિસ્તારમાં તેની સામે લોકોમાં રોષ, જોરાવરગંજમાં પથ્થરમારાની ચીમકી

DivyaBhaskar | Updated - Apr 16, 2019, 10:36 AM
people anger against alpesh thakor in his constituency radhanpur

  • અલ્પેશ ઠાકોરના મત વિસ્તાર સાંતલપુર તાલુકામાં વિરોધ થયો
  • ઠાકોર સમાજ ને ભોળવી ને મત લીધા હોવાનો આક્ષેપ 


સાંતલપુર: રાધનપુર વિધાનસભા મતવિસ્તારના સાંતલપુર પંથકમાં અલ્પેશ ઠાકોર પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો છે. સાંતલપુર તાલુકાના જોરાવરગંજના ઠાકોર સમાજના જ લોકો અલ્પેશ ઠાકોર પર ફિટકાર વરસાવી રહ્યા છે. જોરાવરગંજવાસીઓ અલ્પેશ આવશે તો પથ્થરમારો કરીને ભગાડી દઈશુંની ચીમકી આપી રહ્યા છે.
અલ્પેશથી લોકો નારાજ
અલ્પેશ ઠાકોરે તાજેતરમાં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતા બાવના બેઉ બગડ્યા જેવો ઘાટ સર્જાયો છે. એક તરફ ઠાકોર સમાજ પણ અલ્પેશ ઠાકોર પર રોષે ભરાયો છે અને સમાજ સાથે દગો કરાયાની વાત કરી રહ્યો છે. ત્યારે અલ્પેશ ઠાકોરને પણ ના ઘર ના ઘાટના જેવો અનુભવ થતો હશે.

સમાજને છેતરનારા પ્રત્યે અમે કોઈ દિવસ રહેવાના નથી
અલ્પેશ ઠાકોર ના રાજીનામાં બાબતે સાંતલપુર તાલુકાના જોરાવરગંજ ગામના ઠાકોર મેવા ભાઈ જણાવ્યુ હતું કે અમે ક્યારેય અલ્પેશ સાથે રહેવાના નથી કારણકે એમને સમાજ ને છેતરીને સમાજના પંચ્યાશી હજાર મત વેચી નાખ્યા છે તેથી અમે તેમની સાથે ક્યારેય નહીં રહીએ.

ચૂંટણી જીત્યા બાદ ક્યારેય ફરી અહીં આવ્યો નથી

જોરાવરગંજ ના સખીબેન ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે અમને દારૂ બંધ કરાવશું બહેન દીકરી સામે અત્યાચાર નહીં થવા દઈએ તેવું કહીને અમારા માટે લાઇ લીધા હોવી અમે તેની સાથે કદી નહીં જઈએ અમે અલ્પેશ ઠાકોરથી નારાજ છીએ અને જો એ અમારા ગામમાં પણ આવશે તો અમે પથ્થર મારો કરીશુ.

અમે સંગઠન કરી બધાનો મત મેળવી નિર્ણય કરીશું
ઠાકોર સેના સાથે જોડાયેલ અમૃતજી ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અલ્પેશ અમારી ઠાકોર સેના થી જ હીરો બન્યો હતો અને હવે કોંગ્રેસ માંથી રાજીનામુ આપતા અમારા સમાજ સાથે દગો કર્યો છે અમે સમાજ એકત્ર થઈ સંગઠન કરી કોને સમર્થન કરવું તેનો નિર્ણય કરીશું.
(રિપોર્ટ અને તસવીર: રોહિત શ્રીમાળી, સાંતલપુર)

X
people anger against alpesh thakor in his constituency radhanpur
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App