બનાસકાઠા: ખેડૂતે પોતાના પાકની સુરક્ષા માટે ખેતરમાં સીસીટીવી કેમેરા લગાવ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરઃ સામાન્ય રીતે લોકો પોતાની સુરક્ષાને ધ્યાનમાં લઈને ઓફિસ, દુકાન અને મકાનમાં સીસીટીવી કેમેરા લગાવતા હોય છે પરંતુ બનાસકાંઠાના એક ખેડૂતે પોતાના ખેતરોમાં ઉભેલા પાકની સુરક્ષા માટે 11 એકર ખેતરમાં સીસીસીસી કેમેરા લગાવ્યા છે.  આ કેમેરા લગાવવાનો મુખ્ય હેતુ પોતાના ખેતર માંથી કોઈ દાડમ ચોરી ના જાય તેનો છે અને જો કોઈ ચોરી જાય તો પણ કૅમેરામાં કેદ થઈ જાય તે હેતુથી આ કેમેરા લગાવવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લાના થરાદથી 13 કી.મી. દૂર થરાદ-ધાનેરા હાઈવે પર આવેલા ભોરડુ ગામના હિંગળાજ કૃષિફાર્મના ખેતર માલિક કાકા ભત્રીજાએ પોતાના ખેતરમાં આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યાં છે. જેમણે પોતાની 17 એકર જમીનમાંથી 12 એકર જમીનમાં દાડમનું વાવેતર કરેલ છે. અને આ ખેતરના માલિક જીવરાજભાઈ સિવરામભાઈ પટેલ જેમણે BA, SY સુધીનો અભ્યાસ કરેલ છે અને તેમના કાકા આંબાભાઈ રામદાસભાઈ પટેલ ૧૦ સુધીનો અભ્યાસ કરેલ છે. 

 

 

ખેડૂત ફક્ત એક વાર જ ખેતરમાં આવે છે

 

આ આધુનિક પદ્ધતિથી દાડમની ખેતી કરી રહ્યા છે જ્યારે આ ભોરડુ ગામના એજ્યુકેટેડ ખેડૂતોએ પોતાની ખેતરમાં આધુનિક ખેતીથી દર વર્ષે 2૦-25 લાખ સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે. પરંતુ તેમનું ખેતર રોડની નજીક આવેલું હોવાથી તેમાં દાડમ અને અન્ય ખેતીના સાધનોની ચોરી થતી હતી અને ખેડૂતને મોટું નુકસાન થતું હતું જેના કારણે ખેડૂત કાકા-ભત્રીજાએ તેમના 12 એકર ખેતરમાં 5 સીસીટીવી કેમેરા લગાવ્યા. કેમેરા લગાવ્યાં ખેડૂતને સતત પોતાના પાક અને સાધનો ચોરાઈ જાય તેની ચિંતા સતાવતી હતી અને ખેડૂતને દિવસમાં 5 થી 6 વાર ખેતરમાં આંટાફેરા કરવા પડતા હતા પરંતુ હવે કેમેરા લગાવ્યા બાદ ખેડૂત ફક્ત એક વાર જ ખેતરમાં આવે છે અને કોઈ ચીજ વસ્તુ પણ નથી ચોરાતી
.

 

- પહેલા અમારા ખેતરમાં દાડમ અને અન્ય ખેતીના સાધનોની ચોરી થતી હતી તેથી અમે 12 એકર જમીનમાં CCTV લગાવી દીધા હવે અમારે કોઈ ચોરી થતી નથી. - આંબભાઈ પટેલ

- અમે બહુ મહેનત કરીને દાડમનો પાક ઉછેરતા હતા પરંતુ  અમારે પહેલા ચોરોનો ત્રાસ હતો તેથી અમે સીસીટીવી કેમેરા લગાવ્યા હવે અમને કોઈ ચિંતા નથી રહી.-જીવરાજભાઈ પટેલ 

- મારુ ખેતર બાજુમાં જ છે અમારા ખેતરમાં પણ ચોરીઓ થાય છે હું આજે અહીં કેમેરા દેખાવા આવ્યો છું હવે હું પણ મારા ખેતરમાં કેમેરા લગાવીશ. - પદમાભાઈ (તસવીરો ધવલ જોષી)

 

વધુ માહિતી માટે આગળ વાંચો... ખેડૂતને બહુ ફાયદો થઇ રહ્યો છે