થરાદના ખોડા ચેકપોસ્ટ પાસે વાહનની ટકકરે માંગરોળ જતા પદયાત્રીનું મોત

ફરાર વાહનચાલક સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 01:11 AM
One Died In Road Accident Near Khoda Checkpost Of Thodad

થરાદ: થરાદ-સાંચોર હાઇવે પર ખોડા આરટીઓ ચેકપોસ્ટ નજીક શુક્રવારે મોડી રાત્રે શેણલ માતાના દર્શન જતા દર્શનાર્થીને એક અજાણ્યા વાહને ટક્કર મારતાં પદયાત્રીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગેની જાણ થરાદ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.


થરાદ-સાંચોર હાઇવે પર ખોડા આર.ટી.ઓ. ચેકપોસ્ટ નજીક શુક્રવારે મોડી રાત્રે સુરેશભાઇ જગદીશભાઇ સોની સાંચોરથી માંગરોળ ગામે શેણલ માતાના દર્શને પગપાળા જતા હતા.ત્યારે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. વાહન ચાલક વાહન લઇ થઇ ફરાર ગયો હતો. આ અંગેની જાણ થરાદ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતકના ડોક્યુમેન્ટના આધારે મોબાઇલથી તેના પથમેડા ગામના સગા અશોકભાઇ સોની મારફતે મૃતકના પરિવારને જાણ કરવામાં આવી હતી.

મૃતકનો પરિવાર ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પીએમ માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતકના ભાઇએ અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ આધારે ફરાર વાહન ચાલકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

તસવીર જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

One Died In Road Accident Near Khoda Checkpost Of Thodad
X
One Died In Road Accident Near Khoda Checkpost Of Thodad
One Died In Road Accident Near Khoda Checkpost Of Thodad
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App